________________
४४
ध्यानशतकम् રે રે
, ગ્રન્થકારશ્રીનો પરિચય યુગપ્રધાન આચાર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ जिनवचननतं विषमं, भावार्थ यो विवेच्य शिष्येभ्यः । इत्थमुपादिशदमलं, परोपकारैककृतचेताः ।। तं नमत बोधिजलधिं, गुणमन्दिरमखिलवाग्मिनां श्रेष्ठम् । चरणश्रियोपगूढं, जिनभद्रगणिक्षमाश्रमणम् ।।
- . મનરિક્તક્ષેત્રસમાસવૃત્ત IT वाक्यैर्विशेषातिशय-विश्व संदेहहारिभिः । जिनमुद्रं जिनभद्रं किं क्षमाश्रमणं स्तुवे ।।
- મા. મુનરત્નસૂરિતામHવરિત્રે || जिनभद्रगणिं स्तौमि, क्षमाश्रमणमुत्तमम् । यः श्रुताज्जीतमुद्दभ्रे, शौरिः सिन्धोः सुधामिव ।।
- ૩. તિન્નસૂરિવૃતાવસ્થવૃત્તો || પ્રસ્તુત ગ્રંથના કર્તા કોને માનવા તે અંગે વિદ્વાનોમાં અનેક માન્યતાઓ વર્તમાનકાળમાં પ્રચલિત છે. પણ પરંપરાગત જોવા જઈએ તો યુગપ્રધાનશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સમસ્ત સંઘમાં ધ્યાનશતકગ્રંથના કર્તા તરીકે પ્રખ્યાત છે. જે અંગેની વિશેષ સ્પષ્ટતા માટે અમે આ પ્રસ્તાવનામાં જ “શ્રમણ' માસિકના આ ગ્રંથ અંગેના લેખનો સમાવેશ કર્યો છે. * ગ્રંથકારશ્રી ત્રીશમા યુગપ્રધાન તરીકે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીની પાટને શોભાવનારા
થયા છે. * આગમની અનહદ શ્રદ્ધાને કારણે ગ્રંથકારશ્રી સિદ્ધાંતવાદી, આગમવાદી તરીકે પણ જૈન
સંઘમાં પ્રખ્યાત છે. ક ગ્રંથકારશ્રી કેવલિને ઉપયોગ માનવાની બાબતમાં ક્રમવાદને અર્થાત્ કેવલજ્ઞાન તથા
કેવલદર્શનને ક્રમિક સ્વીકારનારા હતા. * ગ્રંથકારશ્રીએ આ ગ્રંથ ઉપરાંત નિશીથભાષ્ય, સ્વોપજ્ઞ ટીકા સહિત વિશેષાવશ્યકભાષ્ય, વિશેષણવતી, જતકલ્પસૂત્ર, બૃહત્સંગ્રહણી, બૃહત્સત્રસમાસ વગેરે અનેક ગ્રંથોનું સર્જન
કર્યું છે. ૪ ગ્રંથકારશ્રીનું સાહિત્ય વર્તમાનમાં મોટે ભાગે પ્રાકૃત ભાષામાં ઉપલબ્ધ થાય છે. * ગ્રંથકારશ્રીનો ૧૪ વર્ષનો ગૃહસ્થપર્યાય, ૩૦ વર્ષ શ્રમણપર્યાય અને ૬૦ વર્ષ યુગપ્રધાનપર્યાય
હતો.
ગ્રંથકારશ્રી કુલ ૧૦૪ વર્ષનું આયુષ્ય પાળી દેવલોકને પામ્યા હતા.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org