________________
३६
सर्वज्ञमतमवितथमेव
નીચેના કારણોથી પરમાત્માનું વચન સારી રીતે ન સમજાય તો પણ ‘પરમાત્માનું
વચન અન્યથા ન હોઈ શકે' એમ જ વિચારવું.
(૧) બુદ્ધિની મંદતા.
(૨)
(૩)
(૪)
પરમાત્માનું વચન સમજાવનાર વિશિષ્ટ આચાર્યનો અભાવ.
જાણવા યોગ્ય પદાર્થની ગહનતા.
જ્ઞાનાવરણીય કર્મનો ઉદય.
(૫,૭) પરમાત્માના વચનને સમજવામાં સહાયક હેતુ-ઉદાહરણનો અસંભવ. (ગા. ૪૭-૪૮)
સંસ્થાનવિચય ધર્મધ્યાન માટેના પદાર્થો
(૧) ષટ્ દ્રવ્યોનાં લક્ષણ, આકાર, આધાર, ભેદ (પ્રકાર), પ્રમાણ, ઉત્પાદ-વિનાશધ્રૌવ્ય વગેરે સ્વરૂપ પર્યાયો. (ગા. ૫૨)
ध्यानशतकम्
(૨) પંચાસ્તિકાયમય, અનાદિઅનંત, નામ વગેરે ભેદથી પ્રરૂપિત, અધો-ઉર્ધ્વ-તિર્જી સ્વરૂપ ત્રણ પ્રકારના, અને પરમાત્માએ કહેલ લોકનું સ્વરૂપ. (ગા. ૫૩) (૩) ઉર્ધ્વલોક-અધોલોક-તિર્થાલોક સ્વરૂપ ચૌદરાજલોકમાં રહેલ પૃથ્વીઓ, વલયો, દ્વીપો,સાગરો, નરકો, વિમાનો, ભવનો વગેરેના આકાર. (ગા. ૫૪) (૪) શાશ્વત અને આકાશ-વાયુ વગેરેમાં પ્રતિષ્ઠિત એવી લોક વ્યવસ્થા. (૫) ઉપયોગ લક્ષણવાળા, અનાદિ અનંત, શરીરથી ભિન્ન, અરૂપિ, પોતાના કર્મનો કર્તા, પોતાના કર્મનો ભોક્તા એવો જીવ. (ગા. ૫૫)
(૬) સંસાર રૂપી સમુદ્રને વિચારે કે,
જેમાં જન્મ વગેરે એ જળ સમાન છે,
જેમાં કષાયો એ પાતાળ સમાન છે,
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org