________________
સંપાદકીય અરસારણસરકાર સરકાર માટે
પ્રખ્યાત જ્ઞાન ભંડાર પાટણની (૧) ડા. નં. ૧૧૨ પ્રત નં. ૨૯૨૪, (ર) ડા. નં. ૩૪૫ - પ્રત નં. ૧૬૫૧૯ તથા (૩) ડા. નં. ૧૦૪- પ્રત નં. ૨૬૧૨ આ ત્રણ પ્રતોનો તથા શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર કોબાની ૧૪૪૦૨ ન. ની પ્રતનો ઉપયોગ કરેલ છે.
પરિશિષ્ટ-૧૪ માં ધ્યાનgષ્ટથી વિવાર: ગ્રંથનો સમાવેશ કર્યો છે. અનેક સ્થાને આ ગ્રંથ હોવાની માહિતી મળી પણ કોઈ ભંડારમાં પ્રગટ કે અપ્રગટ સ્વરૂપે મળ્યો નહિ. છેવટે લીંબડીના હસ્તલિખિત જ્ઞાનભંડારમાં હોવાનો ખ્યાલ તેના છપાયેલા કેટલોગ પરથી મળ્યો. ૮૮૫ નં. ની આ પ્રતિમાં કુલ ૧૫ પાનાં છે. આ પ્રતમાં માત્ર એક જ ગ્રંથ નથી પણ કુલ પાંચ ગ્રંથો છે. શરૂના ત્રણ ગ્રંથો ભર્તુહરિકૃત શતકત્રય છે. ચોથો ગ્રંથ નીતિનિરીરને છો: સ્વરૂપે ૧૭ શ્લોકરૂપ છે અને અંતિમ પાનામાં કુલ ૧૯ શ્લોકસ્વરૂપે પ્રસ્તુતગ્રંથ લખાયેલો છે. આ ગ્રંથમાં ચાર ધ્યાનનું સ્વરૂપ છે. તે આર્તધ્યાન વગેરે સ્વરૂપ નથી પણ તે પદસ્થ , પિંડસ્થ, રૂપસ્થ, અને રૂપરહિત અવસ્થાના ધ્યાન સ્વરૂપ છે. પ્રસ્તુત સંસ્કરણના વિષયની બહાર હોવા છતાં આજ સુધી અપ્રગટ હોવાને કારણે જ અત્રે પરિશિષ્ટમાં ગ્રહણ કરવામાં આવેલ છે.
પરિશિષ્ટ-૧૫માં પૂ. મહોપાધ્યાય શ્રી ભાવવિજયજી કૃત ધ્યાનસ્વરૂપણપ્રબંધનો સમાવેશ કર્યો છે. છપાયેલ આ સઝાય અશુદ્ધ જણાતાં તે માટે વિવિધ હસ્તલિખિત પ્રતોનો ઉપયોગ કરી શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તે માટે L.D.Institute of Indology - અમદાવાદની (૧) પ્રત નં. ૧૮૯૭૦ તથા (૨) પ્રત નં. ૧૩૪૫ નો મુખ્ય ઉપયોગ કર્યો છે. જે પૈકી બીજી પ્રત સં. ૧૭પકમાં ફાગણ સુદ-૧૩ના રોજ લખાયેલ છે.
પરિશિષ્ટ-૧૯ માં ત્રિષષ્ટિધ્યાનકથાનકકુલક લીધું છે. જે પણ હજુ સુધી પ્રગટ થયેલ નથી. તે માટેની હસ્તપ્રતો મુ. શ્રી ધર્મરત્નવિજયજી પાસેથી મળેલ હતી. તે પૈકી એક પ્રત પ્રવર્તક શ્રી જંબૂવિજયજી મ. પાસેથી (પાકામ-૧૨૭૩) (ભાંતા-૭૨) મળેલી છે. જે તાડપત્ર ઉપર લખાયેલ ભાંડારકર ઓરી. રીસર્ચ ઇન્સ્ટિ. પૂનાની પ્રત છે. તથા બીજી પ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર, પાટણની ડા. નં. ૫૫, પ્ર. નં. ૧૨૮૮ છે. આ કુલકમાં શ્રી આતુરપ્રત્યાખ્યાન પ્રકીર્ણક આગમમાં વર્ણવેલા ૬૩ પ્રકારના દુર્ગાનની કથાઓનાં નામો જણાવેલ છે.
પરિશિષ્ટ-૨૦માં દિગંબર માન્ય ધ્યાનનું સ્વરૂપે રજુ કરવા માટે ભિક્ષુ જિનેન્દ્રવર્ણી સંપાદિત જેનેન્દ્રસિદ્ધાતકોશનો ઉપયોગ કરાયો છે. વિશેષમાં પરિશિષ્ટ-૩૧માં અનેક ગ્રંથોમાં આધારે ધ્યાન શબ્દની વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે.
આ ઉપરાંત બીજાં અનેક પરિશિષ્ટો બનાવાયાં છે. જેનો વિષયાનુક્રમ જોતાં ખ્યાલ આવશે. આ પૈકી કેટલાંક પરિશિષ્ટો પં. બાલચંદ્ર શાસ્ત્રી સંપાદિત ધ્યાનશતકમાંથી લઈ એમાં જરૂરી સુધારા-વધારા કરી રજુ કર્યા છે.
પાટણ-હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, ખંભાત-અમરશાળા જૈન જ્ઞાનભંડાર, કોબા-કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર, પૂના-ભાંડારકર ઈન્સ્ટિટયૂટ, અમદાવાદ-એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ, લીંબડી જૈન જ્ઞાનભંડાર, અમદાવાદ - ડહેલાનો ઉપાશ્રય વગેરે હસ્તલિખિત પ્રતોના જ્ઞાનભંડારોના સંચાલકોએ તથા ટ્રસ્ટીઓએ જે ઉદારતાભર્યો વ્યવહાર દાખવી હસ્તલિખિત પ્રતો પૂરી પાડી તથા વિદ્વર્ય આ શ્રી મુનિચંદ્રસૂરિજી મ., વિદ્વાન મુ. શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ., વિદુષી સા. શ્રી ચંદનબાળાશ્રીજી વગેરેએ પણ હસ્તલિખિત પ્રતો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org