________________
ध्यानशतकम् રસપ્રેસ એટલે-સાધનાની, સાધ્વાચારની દરેકે દરેક ક્રિયાઓ ધ્યાનપૂર્વક કરવી, આગમમાં કહેલ વિધિ અનુસાર કરવી.' અહીં ધ્યાનના નામે પરમાત્માની આજ્ઞા મુજબના ‘ઉપયોગને જ સૂચિત કરાયો છે. સાધુએ ચાલવાનું છે તે પણ ધ્યાનપૂર્વક, સ્થિર રહેવાનું છે તે પણ ધ્યાનપૂર્વક, બેસવાનું છે તે પણ ધ્યાનપૂર્વક અને ઊભા રહેવાનું છે તે પણ ધ્યાનપૂર્વક, ખાવા-પીવાનું છે તે પણ ધ્યાનપૂર્વક અને મળવિસર્જનાદિ કરવાનાં છે તે પણ ધ્યાનપૂર્વક, સૂવાનું છે તે પણ ધ્યાનપૂર્વક અને જાગવાનું છે તે પણ ધ્યાનપૂર્વક, એ જ રીતે રત્નત્રયીની સાધનાને લગતી જે પણ ક્રિયાઓ કરવાની છે તે બધી જ ધ્યાનપૂર્વક કરવાની છે. ટૂંકમાં જે પણ કરણીય કાર્યોનું આચરણ કરવાનું છે તે ધ્યાનપૂર્વક જ કરવાનું છે અને અકરણીય કાર્યોનો ત્યાગ પણ ધ્યાનપૂર્વક જ કરવાનો છે. અહીં પણ પરમાત્માની આજ્ઞા મુજબના ઉપયોગને “ધ્યાન' શબ્દથી સૂચિત કરાયો છે. જૈન શાસનમાં અશુભક્રિયાનો ત્યાગ અને શુભક્રિયાનો સ્વીકાર (આદર) કરવારૂપ ચારિત્ર બતાવ્યું છે, તે અહીં સંગત થાય છે. આગળ વધી અષ્ટ પ્રવચનમાતામાં આવતી પાંચ સમિતિઓનું પાલન પ્રવૃજ્યાત્મક ધ્યાનરૂપ છે તો ત્રણ ગુપ્તિઓનું પાલન નિવૃત્યાત્મક ધ્યાનરૂપ છે.
શ્રી આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે, “સુત્તા પ્રમુખ મુળ સયા ના અંત ” એનો શબ્દાર્થ છે – “જે સૂતેલા છે તે અમુનિઓ છે, મુનિઓ હંમેશાં જાગતા હોય છે.' ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે, “શા નિશા સર્વભૂતાનાં તથાં નીર્તિ સંયમી !' “સર્વ લોકો માટે જે રાત્રિ હોય છે તેમાં મુનિઓ જાગતા રહે છે.” આ સૂકિત પણ ધ્યાનનું જ મહત્વ પ્રસ્થાપિત કરે છે. જિનાજ્ઞા નિરપેક્ષ ઉપયોગ-ધ્યાન વિનાની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરનારાઓ બાહ્ય દષ્ટિએ જાગતા દેખાતા હોવા છતાં પરમાર્થે સૂતેલા જ છે અને જિનાજ્ઞા સાપેક્ષ ઉપયોગ-ધ્યાનપૂર્વકની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરનારાઓ બાહ્ય દૃષ્ટિએ સૂતેલા દેખાતા હોવા છતાં પરમાર્થે જાગતાં જ છે. જૈન શાસનના મુનિઓની નિદ્રા જિનાજ્ઞાના સંગ્રહરૂપ શાસ્ત્ર-વચનથી નિયંત્રિત હોઈ એ પણ જિનાજ્ઞાના પાલનરૂપ જ હોય છે. એ નિદ્રા સમયમાં પણ તેમની પડખાં ફેરવવા આદિની ક્રિયા ઉપયોગપૂર્વકની, પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયા (અન્ય જીવોને દુ:ખ ન થાય એવા વ્યાપારપૂર્વકની) થી યુક્ત જ થતી હોય છે. એ જ રીતે ઊંઘમાં આવેલાં સ્વપ્નમાં પણ એ મુનિવરો સંયમને બાધા પહોંચે તેવી પ્રવૃત્તિમાં જોડાતા નથી. એમના સંસ્કારમાં સંયમ જ છવાયેલો હોય છે. એમની નિદ્રા સમયની આ જાગરુકતા પણ ધ્યાનરૂપ હોય છે.
ધે ચિત્તાવા' ‘ વિયોનિરો', “ યોજિત્વે' આ ત્રણ અર્થમાં વપરાતા “ધ્ધ ધાતુ ઉપરથી ધ્યાન' શબ્દ બન્યો છે. આ ત્રણ અર્થ પૈકી પ્રથમ ચિન્તા અર્થ દ્વારા છબસ્થોનું ધ્યાન અપેક્ષિત છે, જ્યારે અન્ય બે અર્થ દ્વારા કેવલી ભગવંતોનું ધ્યાન અપેક્ષિત છે. અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ માટે ચિત્તન-મનનું એક જ વસ્તુમાં નિષ્પકંપપણે વર્તન એ છબસ્થોનું ધ્યાન છે, જ્યારે યોગનિરોધરૂપ કે યોગના અભાવરૂપ કેવલિ ભગવંતોનું ધ્યાન હોય છે. શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે કે, કેવળ મનની સ્થિરતારૂપ ધ્યાન જ છદ્મસ્થોને હોય છે તેમ નથી, પણ વચન અને કાયાનું એક જ વસ્તુમાં નિષ્પકંપપણે વર્તનરૂપ ધ્યાન પણ છબસ્થોને હોય છે. આ વાતને સ્પષ્ટ કરતાં આવશ્યક નિર્યુક્તિમાં ભગવાનું શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ જણાવ્યું છે કે, “મારુ શરીર ચલાયમાન ન થાઓ એ પ્રમાણે એકાગ્રતાપૂર્વક શરીરની હલનચલનની ક્રિયાનો નિરોધ
1. मा मे चलउत्ति तणू जह तं झाणं निरेइणो होइ । अजयाभासविवज्जस्स वाइयं झाणमेवं तु ।।१४७६ ।।
एवंविहा गिरा मे वत्तव्वा एरिसा न वत्तव्वा । इय वेयालियवक्कस्स भासओ वाइयं झाणं ।।१४७७।। मणसा वावारंतो कायं वायं च तप्परीणामो । भंगिअसुअंगुणंतो वट्टइ तिविहेवि झाणमि ।।१४७८।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org