________________
પ્રકાશકીય
સર્વતાસ્વતના શ્રીઉદયસિંહસૂરિ મહારાજ રચિત વિવૃત્તિથી વિભૂષિત ચાતુર્વિદ્યાવિશારદ શ્રીશ્રીપ્રભસૂરિમહારાજપ્રણીત શ્રીધર્મવિધિપ્રકરણ ગ્રંથ વીર સં. ૨૪૫૦, ઈ.સ. ૧૯૨૪માં પૂ.મુનિરાજશ્રીહંસવિજયજી મહારાજના શિષ્ય પરમપૂજય પંન્યાસ શ્રી સમ્પતવિજયજીગણીના સદુપદેશથી શ્રીહંસવિજય ફ્રીલાયબ્રેરી-અમદાવાદથી ગ્રં.નં. ૨૨ રૂપે પ્રતાકારે પ્રકાશિત થયેલ છે.
આ ધર્મવિધિપ્રકરણ ગ્રંથની પ્રતાકારે પ્રકાશિત થયેલ પ્રથમવૃત્તિ જીર્ણ થઈ ગયેલ હોવાથી અને આ ગ્રંથ ધર્મની વિધિ જાણવા માટે ઉપયોગી હોવાથી આના નવીનસંસ્કરણનું સંપાદનકાર્ય પરમપૂજ્ય, પરામારાવ્યપાદ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય, અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રકરવિજયજી મહારાજના શિષ્યરત્ન હાલારના હીરલા પરમપૂજય આચાર્યભગવંત શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજી મહારાજની શુભપ્રેરણાથી પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી તથા પરમપૂજ્ય સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજી મહારાજે પોતાની અસ્વસ્થ રહેતી તબીયતમાં પણ શ્રમસાધ્ય કાર્ય કરીને અમારી સંસ્થાને આ ગ્રંથ પ્રકાશિત કરવાનો જે લાભ આપ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમ ગ્રંથો સંપાદિત થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ.
આ ધર્મવિધિપ્રકરણગ્રંથના નવીનસંસ્કરણના પ્રકાશન માટે પરમપૂજય સુવિશાલગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org