________________
२१ અનાભોગથી જે કોઈ ક્ષતિઓ રહી ગયેલ હોય તેનું મિચ્છા મિ દુક્કડ આપવા પૂર્વક વાચકવર્ગ તેનું પરિમાર્જન કરીને વાંચે એવી ખાસ ભલામણ કરું છું. ઉપકારસ્મરણ –
પ્રસ્તુત નવીનસંસ્કરણ તૈયાર કરવાની પ્રેરણા કરનાર પરમપૂજય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજી મહારાજનો તથા પ્રસ્તુત નવીનસંસ્કરણના પ્રકાશન અંગે વદ્ધમાન તપોનિધિ, સ્વાધ્યાયપ્રેમી પરમપૂજ્ય ગણિવર્યશ્રી નયભદ્રવિજયમહારાજે પૂના ભવાનીપેઠ મનમોહનપાર્શ્વનાથ ચે.મૂ.મંદિર ટ્રસ્ટને આ ગ્રંથપ્રકાશનમાં લાભ લેવા માટે પ્રેરણા કરી અને તેઓશ્રીની શુભપ્રેરણાથી પૂના-ભવાનીપેઠ મનમોહનપાર્શ્વનાથ જે.મૂ.મંદિર ટ્રસ્ટ પોતાના સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે, તે બદલ પૂજયગણિવર્યશ્રીનો, તથા મારી મૃતોપાસનાના કાર્યમાં અનેક પૂજય મહાપુરુષોના શુભાશીર્વાદ પ્રાપ્ત થયા છે તે પરમોપકારી ગુરુભગવંતોનો, મારી સંયમસાધના અને હૃતોપાસનામાં સહાયક બનનાર સૌ કોઈનો આ ગ્રંથપ્રકાશનના સુઅવસરે કૃતજ્ઞભાવે સ્મરણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
પ્રાંત અંતરની એક જ શુભભાવના વ્યક્ત કરું છું કે ધર્મવિધિપ્રકરણ ગ્રંથનું વાંચન કરતાં કરતાં મારા હૈયામાં અનેક સંવેગગર્ભિત શુભભાવો ઉલ્લસિત થયા છે. જીવને આ દુર્લભ અવસરમાં મહાદુર્લભ એવા રત્નત્રયરૂપ એક અભેદ ત્રિકાળી ધર્મની-મોક્ષમાર્ગની સાધના જ કર્તવ્યરૂપ છે. આ મહાદુર્લભ માનવભને પ્રાપ્ત કરીને પણ જીવ જો રત્નત્રયીની પ્રાપ્તિ ન કરે તો મનુષ્યભવ પ્રાપ્ત ન થવા બરાબર છે. અતિ કઠિનતાથી પ્રાપ્ત થવા યોગ્ય દેવ-ગુરુ-ધર્મને પ્રાપ્ત કર્યા પછી વિષયસુખમાં રંજાયમાન થવું તે ભસ્મ માટે ચંદનને બાળવા સમાન નિષ્ફળ છે. જીવ જો વિષય-કષાયમાં સમય ગાળે અને સ્વફ્લેયને ન જાણે, સમ્યજ્ઞાન-દર્શનચારિત્રસ્વરૂપ ધર્મને જીવનમાં ન આચરે, તો તેનો મનુષ્યભવ વ્યર્થ ચાલ્યો જાય છે, તેથી મોક્ષની ખરેખરી તીવ્ર ઇચ્છા જેને જાગી હોય તે આપણે સૌ કોઈ ભવ્યાત્માઓ રત્નત્રયીની એકતાસ્વરૂપ અંત:ચક્ષુની ચિકિત્સારૂપ ધર્મને જીવનમાં આત્મસાત્ કરી કૈવલ્યસ્વરૂપને પ્રાપ્ત કરી અષ્ટકર્મથી વિનિર્મુક્ત બની પરમપદને પ્રાપ્ત કરીએ એ જ શુભકામના !
शिवमस्तु सर्वजगतः
– સા. ચંદનબાલાશ્રી
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ કારતક સુદ-૫, વિ.સં. ૨૦૬૬, શુક્રવાર, તા. ૨૩-૧૦-૨૦૦૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org