________________
(૧) સ્થૂલ પ્રાણિવધવિરતિ, (૨) સ્થૂલઅલીકવિરતિ, (૩) સ્થૂલઅદત્તવિરતિ, (૪) પરયુવતિનું વિવર્જન, (૬) દિશામાન, (૭) ભોગોપભોગવ્રત, (૮) અનર્થદંડવિરતિ, (૯) સામાયિક, (૧૦) દેશાવકાશિક, (૧૧) પૌષધ, (૧૨) અતિથિને વિભાગ = મુનિઓને અન્નાદિદાન. આ રીતે બાર પ્રકારે જાણવું.
૩૨. આ રીતે બાર પ્રકારે જે ગૃહસ્થ સમ્યગુ = ગુરના ઉપદેશથી સુવિશુદ્ધ = અતિચાર રહિત, ગૃહીધર્મને પાળે છે તે સુરદત્તશ્રાદ્ધની જેમ નિરુપમદેવલોકની લક્ષ્મીને પામે છે.
ગૃહીધર્મ ઉપર સુરદત્તશ્રાવકનું દૃષ્ટાંત ૧૭૨ શ્લોકમાં વર્ણવેલ છે.
[૮] ધર્મફળ :- ૩૩ધર્મનું ફળ વિરતિ છે, અને તે હિંસા આદિ પાંચ આશ્રવોના નિરોધથી નક્કી થાય છે. જે કારણથી આશ્રવોનો રોધ થયે છતે જ્ઞાનાવરણીયાદિ અભિનવ કર્મનો બંધ થતો નથી. ૩૪જેમ - ચારે બાજુથી સરોવરના દ્વાર બંધ કરવાથી પાણી ગળતું નથી, તેમ પાપ આશ્રવનો નિરોધ કરવાથી જીવ પણ કર્મથી બંધાતો નથી. પાપ આશ્રવનો નિરોધ થવાથી શુક્લધ્યાનરૂપી મેરમંથાનથી ભવરૂપી સમુદ્રનું મંથન કરીને જ્ઞાનરૂપી રત્નને પામેલ જીવ જંબૂસ્વામીની જેમ સુખી થાય છે.
સદ્ધર્મના ફળ ઉપર જંબુસ્વામીનું દૃષ્ટાંત ૧૪૧૨ શ્લોકમાં વર્ણવેલ છે.
૩૫મધ્યસ્થ સમચિત્તવાળા જીવો પણ કોઈક રીતે સ્વકલ્પનાથી ધર્મને આચરે છે, આગમરુચિવાળા જીવો પણ કોઈક રીતે અસંવિગ્ન હોય છે, આથી સંવેગભાવિતમતિવાળા જીવોના ઉપકારને માટે આ રીતે આઠ દ્વારો વડે સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી અમૃતકળશની જેમ ભવદુઃખના સંતાપને હરનારી આ ધર્મની વિધિ ઉદ્ધત કરેલ છે.
ધર્મવિધિનું માહાભ્ય :- ૩૬જે રીતે કુશળ પણ વૈદ્ય રોગનું કારણ જાણતો હોય તો વ્યાધિને દૂર કરે છે. તે રીતે ભવ્ય એવો પણ જીવ લોકમાં ધર્મની વિધિનો જાણકાર હોય તો કર્મને ખપાવે છે. અજ્ઞાની જીવ ઘણા લાંબા કાળે પણ અલ્પ કર્મને ખપાવે છે. જયારે ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો જ્ઞાની જીવ ઉશ્વાસમાત્રમાં કર્મને ખપાવે છે. ૩૧. દસ પ્રાણો જુઓ એજન ગ્રંથ ગાથા ૪૬ની ટીકા ૩૨. એજન ગ્રંથ ગાથા - ૪૮ ૩૩. એજન ગ્રંથ ગાથા - ૪૯ ૩૪. એજન ગ્રંથ ગાથા – ૫૦-૫૧ ૩૫. એજન ગ્રંથ ગાથા - પર-પ૩ ૩૬. એજન ગ્રંથ ગાથા –
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org