________________
१८
તપધર્મ ઉપર વિષ્ણુકુમારનું દૃષ્ટાંત ૨૩૯ શ્લોકમાં વર્ણવેલ છે.
૨૨ મનના શુદ્ધપરિણામથી વાસિત અંતકરણવાળા મુનિઓ તો ખરા પરંતુ ગૃહસ્થો પણ ઈલાપુત્રના દૃષ્ટાંતથી કેવલજ્ઞાનને પામીને મોક્ષસ્વરૂપ પરમપદને પામ્યા છે.
ભાવધર્મ ઉપર ઈલાપુત્રનું દષ્ટાંત ૧૦૩ શ્લોકમાં વર્ણવેલ છે.
દ્વિવિધધર્મ - સાધુ અને ગૃહધર્મના ભેદથી બે પ્રકારના ધર્મમાં યત્ન કરવો જોઈએ. તેમાં પ્રથમ યતિધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ અને યતિના ધર્મમાં અસમર્થ હોય તેમણે ગૃહીધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ.
૨૪સાધુ અને ગૃહીધર્મનું મૂળ-આધાર સમ્યક્ત છે. ૨૫દેવ, ધર્મ, માર્ગ, સુશ્રમણ અને તત્ત્વમાં શ્રદ્ધા એ સખ્યત્ત્વ છે.
૨૬વળી ૨૭નિસર્ગરુચિ, ઉપદેશરુચિ વગેરે દશ પ્રકારે સમ્યક્ત ત્રિવિધ ત્રિવિધે મિથ્યાત્વનો ત્યાગ કરીને ધારણ કરવું.
૨૮ઘણા કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ હોવાથી અતિદુર્લભ એવું સમ્યક્ત પ્રાપ્ત થયે છતે ભોગસંગવિષયસુખનો ત્યાગ કરીને (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) મુક્તિ, (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) આકિંચન્ય, (૧૦) બ્રહ્મ આ દસ પ્રકારનો યતિધર્મ સ્થૂલભદ્રની જેમ ગ્રહણ કરવો.
સાધુધર્મ ઉપર સ્થૂલભદ્રનું દૃષ્ટાંત ૨૭૫ શ્લોકમાં વર્ણવેલ છે.
૨૯જો કોઈ પણ પ્રકારે ભોગતૃષ્ણાથી, સ્વજનના સ્નેહથી, કાયરપણાથી યતિધર્મ ગ્રહણ કરવામાં અસમર્થ ૩૦પરીષહોથી ભગ્ન જીવે ગૃહીધર્મ પણ આચરવો. તે ગૃહીધર્મ
૨૨. એજન ગ્રંથ ગાથા - ૩૯ ૨૩. એજન ગ્રંથ ગાથા - ૪૦ ૨૪. એજન ગ્રંથ ગાથા - ૪૧ ૨૫. દેવતા આદિ પાંચનું સ્વરૂપ જુઓ એજન ગ્રંથ ગાથા-૪૧ની ટીકા ૨૬, એજન ગ્રંથ ગાથા - ૪૨ ૨૭. (૧) નિસર્ગરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) શ્રુતરુચિ, (૫) બીજરુચિ, (૬)
અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારુચિ, (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મરુચિ આ
૧૦ પ્રકારના સમ્યક્તનું સ્વરૂપ જુઓ એજન ગ્રંથ ગાથા-૪૨ની ટીકા ૨૮. એજન ગ્રંથ ગાથા - ૪૩-૪૪ ૨૯. એજન ગ્રંથ ગાથા – ૪પથી૪૭ ૩૦. બાવીસ પરીષહોના નામ જુઓ એજન ગ્રંથ ગાથા-૪પની ટીકા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org