SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કલશપૂજાવિષે વિપ્રસુતાની કથા જે પુરુષ જળનો ભરેલ કળશ ભક્તિથી વીતરાગ પ્રભુને ચડાવે છે તે બ્રાહ્મણની પુત્રીની જેમ કલ્યાણને પ્રાપ્ત કરે છે. કથારંગ આ ભરતક્ષેત્રમાં દેવનગરના જેવું રમણીય બ્રહ્મપુર નામે પ્રખ્યાત નગર છે, જેમાં હજારો બ્રાહ્મણો વસે છે. તે નગરમાં ચાર વેદને જાણનાર સોમિલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની સ્ત્રી હતી અને યશવન્ન નામે પુત્ર હતો. તે યશવન્દ્રને નિર્મલ વંશ વડે શુદ્ધ અને સર્વદા ધર્મમાં ઉદ્યત એવી સોમશ્રી નામે સ્ત્રી પરણાવી હતી; તે પોતાના શ્વસુર વર્ગમાં વિનીતપણે વર્તતી હતી. અન્યદા યશવત્રનો પિતા સોમિલ બ્રાહ્મણ દૈવયોગે મૃત્યુ પામ્યો, તેના પુત્રે તેની ઉત્તરક્રિયા કરી. તે પ્રસંગે સોમાસાસુએ પુત્રવધુ સોમશ્રીને વિનયથી કહ્યું કે “સોમશ્રી ! દ્વાદશીના દાન નિમિત્તે તમારા સસરાની ક્રિયા અર્થે જળ ભરી આવો.” સાસુના કહેવાથી સોમશ્રી ઘડો લઈને જળ લેવા ગઈ અને જળનો ઘડો ભરી જિનેશ્વરભગવંતના મંદિર પાસે નીકળી, તેવામાં તેણીએ સાંભળ્યું કે–“જે માણસ જળનો ઘડો ભરી લાવી ભાવ શુદ્ધિ વડે જિનેશ્વર ભગવંતની પાસે ઢોવે તે ઉત્તમ એવું પરમપદ મેળવે છે. જે ઉત્તમ જળથી ભરેલ ઘડો ગાગર પ્રભુની પાસે ઢોવે છે તે નિર્મળજ્ઞાનને ધારણ કરી પોતાના આત્માને સદ્ગતિમાં લઈ જાય છે.” આ પ્રમાણે મુનીંદ્રના મુખકમળથી નીકળતાં વચન સાંભળીને સોમશ્રીએ તે જળ ભરેલો ઘડો પ્રભુની પાસે ધરી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy