________________
૬૪
કૂર્માપુત્રચરિત્ર ૭૬. હવે કોઈકવાર તે વાણિયો વિચારે છે કે બીજા રત્નોનું કામ નથી.
માત્ર બધા રત્નોમાં શિરોમણિ અને સર્વ ચિંતાને પૂરી કરનાર
ચિંતામણિ છે. ૭૭. તેથી ચિંતામણિ માટે ઠેક-ઠેકાણે ખાણો ખોદે છે. અને ઘણા ઉપાય
કરવા છતાં તે કયાંય ચિંતામણિ પ્રાપ્ત થતું નથી. ૭૮. ત્યારે કોઈકે કહ્યું-તું જહાજ દ્વારા રત્નદ્વીપ જા ત્યાં “આશાપૂરી”
દેવી છે. જે તારી વાંછા પૂરી કરશે. ૭૯. તે વાણીયો રત્નદ્વીપમાં પહોંચે છે. પછી ૨૧ દિવસ ઉપવાસ
કરીને આશાપુરી દેવીની આરાધના કરે છે. દેવી પ્રસન્ન થાય છે
અને તેને કહે છે. ૮૦. ભલા આદમી ! આજે તે શા માટે મારી આરાધના કરી? વાણિયો
કહે છે કે—હે દેવી ! ચિંતામણિ માટે મેં આ ઉદ્યમ કર્યો છે. ૮૧. દેવી કહે છે કે–તને સુખકારક કર્મ જ નથી. કારણકે દેવો પણ
તમારા કર્મ મુજબ જ ધન આપે છે. ૮૨. વાણિયો કહે છે–જો મારું કર્મ હોત તો તમારી આરાધના કેમ કરું?
માટે મને રત્ન આપો. પછી જે થવું હોય તે ભલે થાય. ૮૩-૮૪. તેથી દેવીએ એ રનવ્યાપારી વાણિયાને = ઝવેરીને
ચિંતામણિરત્ન આપ્યું, એટલે રાજી થયેલ તે પોતાના ઘરે જવા વહાણમાં ચઢ્યો. (૮૪) અને વહાણનાં તૂતક ઉપર બેઠો. સમુદ્રની
મધ્યમાં આવતા પૂર્વદિશામાં પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો. ૮૫-૮૭. તે જોઈને વાણિયો “આ ચિંતામણિનું તેજ વધારે છે કે આ
ચંદ્રનું ?'–આવું વિચારી ને ચિંતામણિને હથેળીમાં લઈને, ચિંતામણિને અને ચંદ્રને જોવા લાગ્યો.આમ જોતાં જોતાં તેની હથેળીમાંથી અતિકોમળ = લીસું અને લપસણું તે રત્ન સરકી ગયું, તેનાં દુર્ભાગ્યે દરિયામાં પડી ગયું.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org