________________
૧૮
૧૮
નવીનસંસ્કરણ અંગે -
કુમ્માપુખ્તચરિઅમૂના મુદ્રિત બે પુસ્તકો અમને પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજ્ઞાનમંદિર કોબાથી પ્રાપ્ત થયા. બંને પુસ્તકો ઘણા વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલા હોવાથી જીર્ણપ્રાયઃ હાલતમાં જોવા મળ્યા, તેથી આ અંગે અનેક સાહિત્યગ્રંથોના સંપાદન કર્તા પરમપૂજ્ય પંન્યાસશ્રી વજસેનવિજયમહારાજસાહેબને જાણ કરતાં તેઓશ્રીએ પ્રેરણા કરી કે પ્રત્યેકબુદ્ધકેવલી થયેલા આવા ઉત્તમ મહાપુરુષના ચરિત્રનું નવીનસંસ્કરણ તૈયાર થાય તો ખૂબ ઉપયોગી થશે. પૂજયશ્રીના એ પ્રેરક પરિબળને ઝીલીને નવીનસંસ્કરણના સંપાદનનો પ્રારંભ કર્યો.
આ નવીનસંસ્કરણમાં ગુજરાત કૉલેજથી પ્રકાશિત થયેલ પ્રો. કે. વિ. અત્યંકરે “કુષ્માપુખ્તચરિઅમુ”ની દ્વિતીયાવૃત્તિ અનેક હસ્તપ્રતોના આધારે સંશોધિત કરેલ હોવાથી એ મુદ્રિત પુસ્તકના આધારે આ નવીનસંસ્કરણ તૈયાર કરવામાં આવેલ છે. સૌ પ્રથમ આ સંપાદનમાં કુમ્માપુરચરિઅમ્ પ્રાકૃત કાવ્ય છે, ત્યારપછી પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ માટે “કુમ્માપુરચરિઅમૂનો પંડિત હરગોવિંદદાસે કરેલ સંસ્કૃત છાયા જૈનવિવિધસાહિત્યશાસ્ત્રમાલાથી પ્રકાશિત પુસ્તકમાં આપેલ છે તે સંસ્કૃતછાયાનુવાદ સળંગ આપેલ છે, ત્યારપછી પ્રાકૃત-સંસ્કૃત ભાષાના જેઓ અનભિજ્ઞ છે તેઓ માટે ગુજરાતી અને હિંદી અનુવાદની આવશ્યકતા જણાઈ, તેથી આ અંગે કાવ્યસાહિત્ય વિદ્વાન પં. શ્રી અમૃતભાઈ પટેલને વાત કરતાં તેઓએ ભાવધર્મના પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર (ગુજરાતી ભાવાનુવાદ) તથા થઈવ-પુત્રરત્ર માવથ છે પાભ્યિ (હિંદી ભાવાનુવાદ) નવા તૈયાર કરી આપ્યા તે આપેલ છે, ત્યારપછી વર્તમાનયુગની નવી પેઢીને
૬. હસ્તપ્રતોના પાઠભેદ અંગેની માહિતી કઈ કઈ પ્રતોના પાઠભેદો લીધેલ
છે તે પાછળથી પૃષ્ઠ ૨૩/૨૪ ઉપર અલગ નોંધ આપવામાં આવેલ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org