________________
૧૪
તેમણે પણ મારી પ્રેરણાને ઝીલીને પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ શ્રુતભક્તિનું આ કાર્ય સહર્ષ કરીને શ્રુતપ્રત્યેની, પૂર્વના મહાપુરુષો પ્રત્યેની ઉત્તમભક્તિ કરીને મહાન પુણ્યોપાર્જન કરવા સાથે સ્વ-પર ઉપકારક એવું આ નવીનસંસ્કરણના સંપાદનનું કાર્ય કરીને સ્વઆત્મશ્રેયઃ સાધ્યું છે.
ભાવધર્મની આરાધના કરતાં કરતાં તત્ત્વને પ્રાપ્ત કરીને ગૃહસ્થાવસ્થામાં વસતાં કૂર્માપુત્રે કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું તેમ ભાવધર્મની આરાધનામાં લીન બનીને આપણે સૌ પણ શુક્લધ્યાન ઉપર આરૂઢ થઈને ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરીને, કેવલજ્ઞાનને પામીને, અષ્ટકર્મવિનિમુક્ત બનીને, નિશુદ્ધચેતનાને પ્રાપ્ત કરી શાશ્વત સુખના ભોક્તા બનીએ. એ જ શુભકામના !!
– પંન્યાસ વજસેનવિજય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org