________________
(૮૪)
પ્રબોધ પ્રભાકર.
અધ્યાત્મને નિશ્ચય કર્યો નથી, જેણે જીગરથી દુષ્ટ લેસ્યાઓ દૂર કરી નથી, એવા પર ધ્યાનથી નિષેધ કરાયેલા છે. ૧૩-૧૪
नर्मकौतुककौटिल्यपापसूत्रोपदेशकाः अज्ञानज्वरशीर्णाङ्गा मोहनिद्रास्तचेतनाः . ३३८ अनुयुक्तास्तपः कर्तुं विषयग्रासलालसाः ससङ्गाः शङ्किता भीता मन्येऽमी दैववश्चिताः ३३९ एते तृणीकृतस्वार्था मुक्तिश्रीसङ्गनिःस्पृहाः प्रभवन्ति न सद्ध्यानमन्वेषितुमपि क्षणम् ' ३४०
જેઓ હાસ્ય, કુતૂહલ, કુટિલતા તથા હિંસા વગેરે પાપની પ્રવૃત્તિવાળા શાસ્ત્રોને ઉપદેશ કરનારા છે તથા અજ્ઞાનરૂપી તાવથી રોગી બનેલા, મેહ નિદ્રાથી જેની બુદ્ધિ નાશ થઈ છે, તથા તપ કરવામાં આળસુ વિષયોમાં લાલચુ, શંકાવાળા અને પરિગ્રહ સહિત, વસ્તુના નિર્ણય રહિત અને ભયભીત, આ બધા પિતાના નસીબથી ઠગાયેલા છે. એમણે પિતાનું હિત તૃણ સમાન હલકું ગણેલું છે, મેક્ષ લક્ષ્મીના સમાગમથી વિમુખ થયેલા છે, ઉપરાંત આચરણવાળા શુદ્ર મનુષ્યો એક ક્ષણવાર પણ ધ્યાનનું અન્વેષણ કરવામાં એગ્ય નથીજ. ૧૫–૧૬-૧૭ ‘यतित्वं जीवनोपायं कुर्वन्तः किं न लज्जिताः
मातुः पण्यमिवालम्ब्य यथा केचिद्गतघृणाः ३४१ निखपाः कर्म कुर्वन्ति यतिवेऽप्यतिनिन्दितम् ततो विराध्य सन्मार्ग विशन्ति नरकोदरे ३४२