________________
જ્ઞાનાર્ણવ,
(૪૫) હે આત્મન ! આ શરીર રોગથી ઘેરાયેલું છે. જુવાની ઘડપણથી ઘેરયેલી છે, વૈભવ કે પ્રભુતા નાશવંત છે. જીવતર ક્ષણભંગુર છે એમ જાણ.૧૧
ये दृष्टिपथमायाताः पदार्थाः पुण्यमूर्तयः पूर्वाण्हे न च मध्यान्हे ते प्रयान्तीह देहिनाम् १८०
વૈરાગ્ય ઉપજાવે તેવી બીના એ છે કે-પુણ્યની મૂર્તિ સમાન ઉત્તમોત્તમ પદાર્થો, માણસની નજરે પ્રાતઃકાળે આવ્યા હોય તે બરે નાશ પામતા દેખાય છે. ૧૨ यजन्मनि सुखं मूढ यच्च दु:खं पुरः स्थितम् तयोःखमनन्तं स्यात् तुलायां कल्प्यमानयोः १८१
આ સંસારમાં પ્રત્યક્ષ દેખાતું સુખ અને દુઃખ એ બન્નેને ડાનરૂપ ત્રાજવામાં જોખીયે તે સુખ કરતાં દુઃખ અનંતગણું છે. ૧૩ भोगा भुजङ्गभोगाभाः सद्यः प्राणापहारिणः सेव्यमानाः प्रजायन्ते संसारे त्रिदशैरपि १८२
પ્રાણને હરનારા સંસારમાં વિષય ભોગે છે તે કાળા સર્પની ફેણ જેવા છે કેમકે તેનું સેવન કરવાથી દેવો પણ અધોગતિને પ્રાપ્ત થાય છે. ૧૪
“હવે આચાર્ય જીવની અજ્ઞાનતાને દેખાડે છે. ” वस्तुजातमिदंमूढ प्रतिक्षणविनश्वरम् जाननपि न जानासि ग्रहःकोऽयमनौषधः १८३
હે મૂઢ ! સંસારમાં જેટલા પદાર્થો છે તે બધાં એક ક્ષણમાં નાશ પામનારા છે એમ તું જાણે છે છતાં સમજ નથી તે તેને કેવો પિવાચવળગ્યો છે કે જેને કાઢવાનો મંત્ર તંત્ર કે એસડલાગુ પડતાં જ નથી.૧૫