________________
(૩૬)
પ્રબોધ પ્રભાકર કેઈથી ન ભરાય એવા પેટને માટે, લાખો રૂપીયા મેળવવા માટે મન પ્રયત્ન કરે, પરંતુ પ્રતિકુળ નસીબે એક કેડી પણ મળતી નથી. ૧૦
अन्याय मर्थभाजं पश्यति भूपोध्वगामिनं चौरः पिशुनाद् व्यसनप्राप्ति यादानां गणः कलहम् . १४५
કદાચ અનીતિથી ધન મેળવ્યું હોય તે રાજા હેરાન કરે કાં રસ્તામાં જતાં ચાર લુંટી લે અથવા કઈ ચાડી કરે તે દુઃખ પ્રાપ્ત થાય અને છેવટે તે ધનમાં ભાગ લેવા માટે કુટુંબમાં મેટો કલેશ થાય. માટે ધન પણ શ્રેયસ્કર નથી. ૧૧ पातकभरै रनेकैरथ समुपार्जयंति राजानः । अश्व मतंगजहेतोः प्रतिक्षणं नाश्यते सोऽर्थः १४६
રાજાઓને કેઈથી બીક હેતી નથી એટલે અનેક અનર્થો કરી હાથી, ઘોડા, આદિ વૈભવ માટે પૈસે ભેગો કરે છે પણ તે પાપથી ભેગે થયેલ પૈસો ક્ષણમાં ફના થાય છે. પરલોકની તે વાત દૂર રહી પરંતુ રાજાઓને આંહી પણ સુખ નથી તે કહે છે. ૧૨
राज्यांतराभिगमना द्रणभंगान्मंत्रिभृत्यदोषाद्वा सिशस्त्रमंत्रघाता मग्नाश्चिन्तार्णवे भूपाः १४७
બીજા રાજ્ય ઉપર ચઢાઈ કરવાથી યુદ્ધમાં હાર થવાથી, દીવાનની ભૂલથી કે નેકરના પ્રમાદથી, ઝેરથી, શસ્ત્રથી કે મંત્રથી મારું વિપ્રિય થશે ? આવી ચિંતાના સમુદ્રમાં રાજાઓ તે ડુબેલા જ હોય છે. માટે રાજાને પણ સુખ નથી. માત્ર મુમુક્ષુનેજ સુખ છે. ૧૩
॥ इति विषयनिन्दा प्रकरणं श्लोकाः १३ ।।