________________
(૨૬)
પ્રબોધ પ્રભાકર,
રહિત છું, હું વાત પિત્તાદિ દોષ રહિત છું. મારો ક્ષય થતો નથી તથા હું આ અનિય દેહરૂપ નથી, આવી અખંડ બ્રહ્માકોર વૃત્તિને જ્ઞાન કહે છે. ૧૬ निरामयो निराभासो निर्विकल्पोऽहमानतः नाहं देहो ह्यसद्रूपो ज्ञानामत्युच्यते बुधैः १०४
હું સર્વ રોગ રહિત છું, ચિદાભાસની અપેક્ષા નથી, હું સર્વ કલ્પના રહિત છું તથા હું વ્યાપક છું; આ અસત્ય શરીર રૂપ હું નથી. આ પ્રકારના નિશ્ચયને વિદ્વાને જ્ઞાન કહે છે. ૧૭ निर्गुणो निष्क्रियो नित्यो नित्यमुक्तोऽहमच्युतः .. नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः
હું નિર્ગુણ છું, નિષક્રિય છું, નાશ રહિત છું. હું નિત્ય મુક્ત છું, તથા સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આ મિથ્થા શરીર હું નથી. આ પ્રકારના નિશ્ચયને વિદ્વાને જ્ઞાન કહે છે. ૧૮ निर्मलो निश्चलोऽनंतः शुद्धोऽहमजरोऽमरः नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः १०६
હું અવિદ્યા તથા અવિદ્યાના કાર્ય રૂપ મેલ રહિત છું, હું અચળ છું. દેશ, કાળ, તથા વસ્તુ વડે મારે અંત નથી, હું શુદ્ધ છું, જરા મરણ રહિત છું, જરા મરણ આદિ ધર્મો દેહના છે, હું મિથ્યા દેહ નથી. આવી અખંડાકાર બુદ્ધિની વૃત્તિને વિવેકી પુરૂષ જ્ઞાન કહે છે. ૧૯
તિ ચારોલાનુભૂતિ છો