________________
આ મથ સાથે
એક ગુણવાન બધુનું નામ જોડવાની વૃત્તિને અમા રોકી શકતા નથી. સદ્ગત મણીયાર અમીચંદુ ભીમજી એક અત્યંત સરળ સ્વભાવી, સેવાભાવ સંપન્ન, નિરાભિમાની પુરૂષ હતા. તેમની નમ્રતા, સાધુતા પ્રત્યેના અનુરાગ, ધમ પરાયણતા, સંધ-વાત્સલ્ય, અને પાપકાર વૃત્તિથી તે સનું હાય સહેજે આકર્ષી શકતા હતા. હરકેાઈ પરમાર્થના કાય માટે તે પાતાથી બનતુ કરતા હતા. જે સંસ્થા તરફ્થી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે, તે સંસ્થાની તેમણે તેમના વનની છેલ્લી ક્ષણ સુધી પ્રેમપૂર્વક સેવા બજાવેલી હતી. તેમની પુણ્ય સ્મૃતિ અમારા સવના અંતઃકરણમાં ચિરકાળ પર્યંત સુરક્ષિત રહે એવી સર્વ શક્તિમાન પ્રભુ પ્રત્યે પ્રાર્થના સહિત વિરમીએ છીએ.
*****************