________________
સામાન્ય ધર્મ,
(૫)
कथमुत्पद्यते धर्मः कथं धर्मो विवर्धते कथं च स्थाप्यते धर्मः कथं धर्मो विनश्यति १७०
ધર્મ શી રીતે ઉત્પન્ન થાય છે? ધર્મ શી રીતે વધે છે? ધર્મ શી રીતે સ્થિર થાય છે ? અને ધર્મ શી રીતે નાશ પામે છે? આ પશ્નોનો ઉત્તર નીચે આપે છે. ૧૭૦ सत्येनोत्पद्यते धर्मो दया दानेन वर्धते क्षमया स्थाप्यते धर्मः क्रोधाल्लोभाद्विनश्यति १७१ .
સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે, અને દયા તથા દાનથી વધે છે, ક્ષમાથી ધર્મ સ્થપાય છે, અને ક્રોધ તથા લોભથી નાશ પામે છે, (મહાભારત ૧૭ ) ૧૧૧ छिनमूलोयथाक्षो गतशीर्षोयथाभट : धर्महीनोधनीतद्वत् कियत्कालंललिष्यति १७२
છેદાઈ ગયેલા મુળીયાંવાળું વૃક્ષ, લડાઈમાં માથું કપાઈ ગયેલ સુભટ અને ધર્મ વગરને ધનવાન એ ત્રણે કેટલો વખત રહેવાના અને સુખ જોગવવાના ? ૧૭૨
याति कालो गलत्यायु विभूतिरतिचश्चला। पियेषु क्षणिकं प्रेम केयं धर्मेऽवधारणा १७३
વખત ચાલ્યા જાય છે, આયુષ્ય ગળી જાય છે, સંપ અતિ ચંચળ છે, વહાલાઓમાં પ્રેમ ક્ષણિક છે, છતાં ધર્મમાં બેદરકારી કરવી એ કેવી વાત ? ૧૭૩