________________
નિધન પ્રકરણ () “વનિ વન વિના કારણ” वरं हालाहलं पीतं सद्यः प्राणहरं विषम् न द्रष्टव्यं धनान्यस्य भ्रूभङ्गकुटिलं मुखम् १४७
એકદમ પ્રાણ હરી લે એવું હલાહલ ઝેર પીવું સારું છે (પણ) ભૃકુટી ચઢાવવાથી વાંકું થયેલું પૈસાવાનનું મુખ જેવું સારું નથી. ૧૪૭ धनमर्जय काकुत्स्थ धनमूलमिदं जगत् अंतरं नैव पश्यामि निर्धनस्य मृतस्य च १४८ .
હે કાઉસ્થ! જે જગતમાં વસવું હોય તે તું ધન ભેગું કર. કારણકે જગતનું મૂળ ધન છે, નિર્ધન માણસમાં અને મરેલા માણસમાં (મુડદામાં) ઝાઝો ફેર હું જેતે નથી. ૧૪૮ ब्रह्मनोऽपि नरः पूज्यो यस्यास्ति विपुलं धनम् शशिना तुल्यवंशोऽपि निर्धनः परिहीयते १४९
જેની પાસે ઘણું ધન છે તે બ્રહ્મહત્યારો હોય તે પણ (અંધ દુનિયામાં) પૂજાય છે, અને ચંદ્ર જેવો શુદ્ધ વંશ હોય તે પણ ધન વિનાને માણસ પરાભવ પામે છે. ૧૪૯ त्यजन्ति मित्राणि धनविहीनं पुत्राश्च दाराश्च सुहृज्जनाश्च तमर्थवन्तं पुनराश्रयन्ति ह्यर्थो हि लोके पुरुषस्य बन्धुः १५०
નિર્ધન માણસને મિત્રો, પુત્રો, સ્ત્રીઓ અને કુટુંબી ત્યાગ કરે છે, જ્યારે વળી પૈસે પાછે પ્રાપ્ત થાય છે ત્યારે તે બધાં સગપણ બતાવી માન આપે છે. મને એ જગતમાં પુરુષને બધુ છે. ૧૫૦