________________
વિવેક ચૂડામણિ
(૯) એ પ્રમાણે બેલતા, પિતાને શરણાગત થયેલા અને સંસારરૂપી દાવાનળને તાપથી તપેલા શિષ્યપર મહાત્મા ગુરૂએ તુરત કરૂણારૂપી રસથી ભોજાએલી દ્રષ્ટિવડે તેને અભય દાન દેવું. माभैष्ट विद्वंस्तव नास्त्यपायः संसार सिन्धोस्तरणेऽस्त्युपायः यनवयाता यतयोऽस्यपारं तमेवमार्ग तव निर्दिशामि ३६
ગુરુ શિષ્યને કહે છે કે હે વિદ્વાન ! તું બી નહિ. તારે નાશ નથી, સંસાર સમુદ્રને તરવાનો ઉપાય છે. જે માર્ગથી ત્યાગીજનો સંસારના પારને પામેલા છે તેજ માર્ગ હું તને બતાવું છું.
अस्त्युपायो महान् कश्चित् संसार भय नाशनः तेन तीवा भवांभोधि परमानन्द माप्स्यसि સંસારના ભયનો નાશ કરનારે એક મેટે ઉપાય છે. એ ઉ. પાયથી તું સંસાર રૂપી સમુદ્રને તરી પરમ આનંદ પામીશ. अज्ञान योगात्परमात्मनस्तव ह्यनात्मबंधस्तत एव संमृतिः तयो विवेकोदित बोधवन्हि रज्ञान कार्य प्रदहेत्समूलम् ३८
તું પતે પરમાત્મા જ છે તેને અજ્ઞાનના યોગથી દેહાદિક અનાત્મ પદાર્થોથી બંધન થયેલું છે, અને તેથી જ સંસાર થયેલો છે, માટે આત્મા અનાત્માના વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનરૂપી અગ્નિજ, અજ્ઞાનના કાર્યને મૂળ સહીત બાળી નાખશે. - कोनाम बन्धः कथमेष आगतः कथं प्रतिष्ठास्य कथं विमोक्षः कोऽसा वनात्मा परमःस्वआत्मा तयोविवेकः कथमेतदुच्यताम् ३९