________________
વિવેક ચૂડામણિ उभयेषा मिंद्रियाणां सदमः परिकीर्तितः
ब्राह्माना लम्बनं वृत्ते रेवो परति रुत्तमा ...:१९ * નિયાનિત્ય વસ્તુને વિવેક કહેવાય છે. દેહથી તે બ્રહ્મલોક સુધીની સઘળી ભોગ્ય વસ્તુઓ કે જેઓ અનિત્ય છે તેઓનાં દર્શન તથા શ્રવણ આદિમાં જે સંપૂર્ણ અરૂચી ઉત્પન્ન થાય તે વૈરાગ્ય કહેવાય. વિષયો ઉપર વારંવાર દોષદ્રષ્ટિ વડે વિષયના સમૂહથી વૈરાગ્ય પામીને મનની પિતાના લક્ષ્યમાં જે નિયમિત સ્થિતિ થાય તે શમ? કહેવાય છે. જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયોને વિષયોથી પાછી વાળીને પિત પિતાના ગલકે (સ્થાન) માંજ રાખવી તે દમ કહેવાય છે. ચિત્તની વૃત્તિ, વિષયની વાસનાથી રહિત થાય એ ઉત્તમ ઉપરતિ કહેવાય છે.
सहनं सर्व दुःखाना मप्रतीकार पूर्वकम् . चिंता विलाप रहितं सा तितिक्षा निगद्यते. २० કાંઈ પણ દુઃખોને મટાડવાના ઉપાય નહિ કરતાં, તથા ચિંતા કે વિલાપ પણ નહિ કરતાં, સઘળાં દુઃખેને સહન કરવાં એ તિતિક્ષા કહેવાય છે.
शास्त्रस्य गुरुवाक्यस्य सत्य बुद्धय व धारणम्
सा श्रद्धा कथितासद्भि यया वस्तूप लभ्यते २१ શાસ્ત્ર અને ગુરૂનું વાક્ય સત્ય છે એવો જે નિશ્ચય રાખ તે પુરૂષો વડે શ્રદ્ધા કહેવાય છે કે જે શ્રદ્ધાથી આત્મ વસ્તુની પ્રાપ્તિ થાય છે.
सर्वदा स्थापनं बुद्धेः शुध्धे ब्रह्मणि सर्वदा तत्समाधान मित्युक्तं नतु चित्तस्य लालनम् २२