________________
અત્યતા આવીદીયા 900 8
અદ્ભુત, અદ્વિતીય, અપૂર્વ, અનુપમ, અણમોલ, અજોડ, અવનવું, અનોખું, અવર્ણનીય, અઘરું, અશક્ય, અટપટું, અનુમોદનીય, આવકારણીય અને અતિ ઉપયોગી એવું આ અકારાદિનું કાર્ય પૂજ્યશ્રીએ એકલા હાથે પૂર્ણતાએ પહોંચાડ્યું અને તે ચાર ભાગના સંપુટમાં આજે શ્રી સંઘ સમક્ષ પ્રકાશિત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ, - આ ચાર ભાગમાં ૬૨૬ ગ્રંથો અને તેના લગભગ ૧,૭૭,૦૦૦ શ્લોકનો સમાવેશ કરવામાં આવેલ છે. “૬૨૬ ગ્રંથો’ આ બે શબ્દો બોલતાં ફકત બે સેકંડ જ લાગે-આ ગ્રંથોનું ફક્ત લીસ્ટ વાંચવા માટે સહેજે બે કલાકનો સમય આપે કાઢવો પડે, તો તે દરેક ગ્રંથોને શોધવા, શુદ્ધિ કરાવવી, પ્રફ ચેક કરવા, અન્ય મહાત્માઓને તથા પંડિતવર્ય રતીભાઈ દોશીને શુદ્ધિ માટે મોકલવા-મંગાવવા અને ફરી પાછું શુદ્ધિકરણ કરવું એવા આ વિશાળ કાર્યને નજર સમક્ષ લાવતાં જ ઉપરના શબ્દો નીકળી પડે તે સ્વાભાવિક જ છે. આ શબ્દો અમારા નથી પણ વિ.સં. ૨૦૬૩ના ચાતુર્માસમાં અકારાદિનું સેમ્પલ અનેક સમુદાયના પચાસેક આચાર્ય ભગવંતો તથા મુનિવર્યોને મોકલેલ ત્યારે તેમના તરફથી આવેલ પ્રત્યુત્તરમાંથી લગભગ આ શબ્દો તારવ્યા છે.
જૈન શાસનમાં પ્રકાશન ક્ષેત્રે વિશાળતા અને નવતરતાની દ્રષ્ટિએ એક આ નિરાલું પ્રકાશન છે. એક સાથે સમૂહમાં લગભગ ૫૪૩ ગ્રંથોની પ્રાપ્તિ અને તેની અકારાદિ જે એક અણમોલ પ્રકાશન છે.
આ સંપુટના સંપાદન માટે અમો પૂજ્યશ્રીના આભારી છીએ. દરેક ગ્રંથોના મૂળમેટરનું ચેકીંગ કરવામાં પૂ.મુ.શ્રી હિતરક્ષિતવિજયજી મ.સા. પૂ.મુ.શ્રી કૃતતિલકવિજયજી મ.સા., પૂ.સા.શ્રી ભદ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા પંડિતવર્ય શ્રી રતીલાલ ચીમનલાલ દોશીએ જે સહાયતા કરેલ છે તે પણ અવર્ણનીય છે.
અકારાદિના કોમ્યુટર પ્રોગ્રામ માટે કંઈ જ વિચારેલ નહીં પણ કાર્યના અનુકૂળ સંજોગાના કારણે શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આયોજક-સંચાલક યશવંતભાઈ કાન્તીલાલ શાહ રાજકોટવાળાએ ભેટો કરાવી આપ્યો હરીશભાઈ ભોગીલાલ દોશીનો, નિ:સ્વાર્થભાવે તેમને અકારાદિ સોફ્ટવેર આદિની સઘળી જવાબદારી ઉપાડી લઈને પૂર્ણતાએ પહોંચાડી તેનું જ આ પરિણામ છે. સંપૂર્ણતા અને શુદ્ધતાએ પહોંચે તે માટે તેમને કરેલ મહેનતનું જ આ ફળ છે. - અકારાદિના આ ત્રીજા ભાગ માટે પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી સંયમરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી યોગતિલકસૂરીશ્વરજી મ.સા. આદિની પ્રેરણાથી વિ.સં. ૨૦૬૨માં શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિની ઉપજમાંથી શ્રી વિમલગિરિ વર્ષાવાસ આયોજન સમિતિ તરફથી લાભ લેવામાં આવેલ છે. આ ઉદારતા માટે અમો આયોજન સમિતિના આભારી છીએ.
પૂર્વે અમોએ આમાંથી ૫૪૩ ગ્રંથો શાસ્રસંદેશમાલા ભાગ ૧ થી ૨૪ સ્વરૂપે પ્રકાશિત કરેલ છે. ૨૪+૪ આ અઠાવીસ પુસ્તકોના પ્રકાશન માટે અલગ અલગ સંઘોએ પોતાના શ્રી સંઘની જ્ઞાનનિધિમાંથી ઉદ લાભ લીધેલ છે તે પણ ઉલ્લેખનીય છે, અનુમોદનીય છે.
પૂ.આ.શ્રી વિજય રવિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.પં.શ્રી જયદર્શનવિજયજી મ.સા. દ્વારા સંપાદિત લોકપ્રકાશ ગ્રંથની “જિનાજ્ઞા પ્રકાશન’ તરફથી સીડી પ્રાપ્ત થયેલ છે. તે માટે અમો ટ્રસ્ટીગણના આભારી છીએ.
અકારાદિને શુદ્ધ બનાવવા પૂરતો પ્રયત્ન કરેલ છે તે છતાં ક્યાંય કોમ્યુટરના કારણે કે અમારા અનુપયોગના કારણે ક્ષતિ રહી જવા પામી હોય તો ક્ષમાયાચના સ્વીકારવા સાથે ધ્યાન દોરવા વિનંતી કરીએ છીએ.
ટાઈપ સેટીંગ શ્રી સાંઈ કોમ્યુટરવાળા નીતીનભાઈ, ટાઈટલ ડિઝાઈન ખુશી ડિઝાઈન્સવાળા શ્રી આનંદભાઈ અને પ્રીન્ટીંગ બાઈન્ડીંગનું કાર્ય શિવકૃપા ઓફસેટ પ્રીન્ટર્સવાળા ભાવિનભાઈએ વિશેષ ખંતકાળજીપૂર્વક કરી આપેલ છે.
-શાસ્ત્રસંફ્રેશ
(3)