________________
संवेगरंगशाला
-: પ્રવેશ ઃ
:- પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદવિજયજી મહારાજ
લેખક :- પૂ.
प्रवेश
સંવેગરંગશાળા ઃ- શાસ્ત્ર ગ્રંથનું આ પાવન નામ મારા કાનમાં ૨૬ વર્ષથી ગુંજતું થયું હતું, તે સમયે ગાંભીર્યાદ ગુણરત્નોના સાગર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયમેઘસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથને લોહીના કણેકણમાં પચાવી દીધો હતો. એમ કહીએ તો અતિશયોક્તિ નથી. તેઓશ્રી સં. ૧૯૯૯ના આસો સુદી એકમની બપારે બે વાગે પાંચ પાંચ પૂ. આચાર્યદેવો, સેંકડો સાધુ-સાધ્વીઓ તથા વિશાળ શ્રાવક-શ્રાવિકા વર્ગની હાજરીમાં કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રીને જે અદ્ભુત સમાધિ હતી. તેમાં આ ગ્રંથરત્નના મનન-ચિંતનનો મોટો ફાળો હતો. તે પૂજ્ય પુરુષ ૧૧-૧૧ વર્ષથી અનેક રોગોની સામે ઝઝુમી રહ્યા હતા. છેલ્લી અવસ્થામાં એક બાજુ રોગોએ માઝા મૂકી હતી ત્યારે બીજી બાજા તેઓએ આ ગ્રંથરત્નનું પરિશીલન કરી ચિત્તની સમાધિને સહેજ પણ ખંડિત થવા દિધી ન હતી. છેલ્લી ૨-૫ મિનિટ પહેલાં તેઓશ્રીના ગુરુવર્ચ સંઘસ્થવિર પૂ. બાપજી મહારાજ સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે પૂછયું, ‘મેઘસૂરીજી! સમાધિનું લક્ષ છે ને? શું વિચાર કરો છો?' ત્યારે મેદસૂરીશ્વરજી મહારાજ તરફથી જવાબ મળ્યો – 'સાહેબા આપે સૂચવેલી સંવેગરંગશાળાનું ચિંતન ચાલે છે.' ગુરુ મહારાજે પરમતોષ માન્યો અને ૨ કે ૫ મિનીટમાં જ સંવેગના રંગે રંગાયેલો એ પાનવ આત્મા દેહપિંજર છોડી ગયો.
ત્યારે હું ત્યા જ ઊભો હતો. બાળ સાધુ હતો. નૂતન મુનિ હતો. 'સંવેગરંગશાળા'ની ત્યારે ગવાતી ગૌરવગાથા સાંભળી આ ગ્રંથ પ્રત્યે મારા મનમાં અર્હોભાવ જાગ્યો હતો. અને તેથી જ્યારે સં. ૨૦૨૨ની સાલમાં પંડિત શ્રી બાબુભાઈ સવચંદ આ ગ્રંથરત્નની પ્રેસોપી લઈને પરમપૂજ્ય ભોદધિતારક આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે આવ્યા અને એના સંશોધનાદિ માટે મને સોંપવાની વાત કરી. ત્યારે હું સહજ રીતે એ માટે લલચાચો હતો. પણ ત્યારે હું ધર્મસાહિત્યના ‘રસબંઘ’ ગ્રંથના સંશોધન સંપાદનાદિ કાર્યમાં તથા કર્મસાહિત્યના ‘ખવગસેઢી’, ‘હિઈબંધો’ વિગેરે ગ્રંથોના પ્રકાશન તેમજ તે પ્રસંગે ચોજાયેલ જૈન સાહિત્યના પ્રદર્શનના કાર્યમાં ખૂબ ગુંથાયેલો હતો. તેથી પૂ. આચાર્ય ભગવંતે તે કાર્યનો ભાર મને ન સોંપ્યો.
ખૂબ જ આનંદની વાત છે કે ટુંક સમયમાં જ પૂજ્ય પરમ તપસ્વી મુનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજે તથા પંડિત શ્રી બાબુભાઈ સવરચંદભાઇએ સુંદર રીતે સંશોધન, સંપાદન કરી આ ગ્રંથ તૈયાર કર્યું અને તે આજે આપ સહુના હાથમાં આવી રહ્યો છે.
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂ. મુનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજના દાદાગુરુ થાય, પોતાના દાદાગુરુજીને પરમ સમાધિ આપનાર આ ગ્રંથરત્ન પ્રત્યે ગુરુભક્ત મુનિરાજશ્રીને ખૂબ આત્મીયતા હતી । અને છે. આ ગ્રંન્થનું શ્લોક પ્રમાણ ૧૦,૦૫૩ છે તેમાં ૩૦૦૦ શ્લોક પ્રમાણ ગ્રન્થ પૂર્વે છપાઈ ગયો હતો. પણ તે પ્રાયઃ અશુદ્ધ છપાો હતો. બાકીનો ૭૦૫૩ શ્લોક પ્રમાણ ગ્રન્થ અપ્રગટ હતો. તેની કાળજીપૂર્વક પ્રેસ કોપી હસ્તપ્રતોના આધારે પૂ. તપસ્વી મુનિવરશ્રીએ પંડિત બાબુભાઈ પાસે કરાવી હતી. તેઓશ્રીને આ ગ્રન્થ પ્રત્યે ખૂબ જ મમતા જાગી. પ્રેસ કોપી થતી ગઈ તેમ તેઓ વાંચતા ગયા અને સંવેગના રંગથી રંગાતા ગયા. સાથે તેઓને આયંબીલનો તપ પણ ચાલુ જ હતો. મોક્ષમાર્ગની આરાધનાની ગંભીર વાતો મોક્ષાર્થી જીવોને હૃદયંગમાં બની જાય એમાં શું નવાઈ?
પંડિત શ્રી બાબુભાઈનો સહયોગ સાધી તેઓશ્રીએ અથાગ પરિશ્રમથી આ ગ્રન્થનું સંશોધન સંપાદન કર્યું છે. ગ્રન્થરનું ગુણનિષ્પન્ન નામ :
સંવેગરનો રંગ લગાડવા માટે આ ગ્રન્થ શાળા જેવો છે. સંવેગરંગ એટલે મુક્તિનો અભિલાષ, મોક્ષની લગની, મોક્ષ માર્ગની આરાધનાનો ભાવ, સુરનરના સુખોમાં દુઃખનું દર્શન, અને માત્ર એક મુક્તિના સુખનો અભિલાષ, સંસારના રંગને કારણે જીવો સંસારની ચાર ગતિમાં બે સીતમ ત્રાસ વેઠી રહ્યા છે. એ રંગને હઠાવી સંવેગનો રંગ લગાડવા તાલિમ-શિક્ષા જોઈએ. આ ગ્રન્થ, એ શિક્ષા આપતી શાળાની ગરજ સારે છે. એથી આ ગ્રન્થનું નામ થથાર્થ છે. ગ્રન્થના રચયિતા જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજે સુંદર વિષયોની પસંદગી કરી એની રજુઆત એવા માર્મિક શબ્દોમાં કરી છે કે વાંચતા હરકોઈ મોક્ષાર્થીને સંવેગનો રંગ લાગ્યા વિના અને સંસાર પ્રત્યે નફરત છુટચા વિના રહે નહીં.
VI