________________
तृतीयं पद्मम् પછી જેમ કાજળથી | કિંમતી સફેદ કપડુ દૂષિત થાય છે તેમ વ્યાખ્યાનની, શિષ્યોની અને પદવીની
સ્પૃહાઓથી તે દૂષિત થાય છે. (૪)
પ્રેમસૂરીશ્વરજી મહારાજ
બધી બાબતમાં નિઃસ્પૃહી હતા, કેમકે તેઓ રસકસ વિનાના આહારથી
પોતાનું પેટ ભરતા હતા. (૫)
તેઓ પહેરેલા વસ્ત્રોથી
વધુ વસ્ત્રો રાખતા ન હતા. તેઓ વ્યાખ્યાન આપવાની ઈચ્છાથી પણ
લેપાયા ન હતા. (૬)
ઈચ્છા વિનાના તેઓ હંમેશા
સંસારથી કંટાળેલા ઘણા ભવ્ય જીવોને દીક્ષા આપીને
અન્ય સાધુઓના શિષ્ય બનાવતા. (૭)