________________
तृतीयं पद्मम्
૬૮
ત્રીજુ પદ્મ
નિઃસ્પૃહતાની સાધના
આહારની જેમ તેઓ વસ્ત્રોના વિષયમાં પણ
અતિશય નિઃસ્પૃહી હતા, કેમકે તેઓ મહિના પહેલા
પોતાના વસ્ત્રોનો કાપ કટાવતા નહી. (૧)
વૈરાગી એવા તેઓ
મેલા કપડાને સાધુના આભૂષણરૂપ માનતા હતા અને
વિભૂષાને સાધુના દૂષણરૂપ માનતા હતા. (૨)
પાણી જેવું નિર્મળ
સંપૂર્ણ સંયમજીવન. શરુઆતમાં ભોજનની અને વસ્ત્રની,
સ્પૃહાઓથી દૂષિત થાય છે. (૩)