________________
प्रथमं पद्मम्.
તેઓ આવ્યા એટલે
ગુરુમહારાજે ફરી બીજી આજ્ઞા કરી - તારે વિચાર કર્યા વિના
મને ખુશ કરવા આચાર્ય પદવી લેવી. (૪૩)
તેથી આજ્ઞાના ભંગથી ડરેલા તેમણે
આચાર્ય પદવી સ્વીકારી. તેઓ તીર્થકર સમાન
શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજ બન્યા. (૪૪)
ત્યારે પંન્યાસ રામવિજયજી
ઉપાધ્યાય શ્રીરામવિજયજી થયા. નૂતન દીક્ષિતનું નવું નામ
શ્રીરવિવિજયજી પડ્યું. (૪૫)
અત્યંત નિઃસ્પૃહ * એવા પૂજ્યશ્રી(પ્રેમસૂરીશ્વરજી મ.)એ ગ્લાનમુનિની સેવા માટે તે દિવસે સાંજે
ફરી પાટણ તરફ વિહાર કર્યો. (૪૬)