________________
प्रथमं पद्मम्.
આમ વિચારી તેમણે
પાટણ સંદેશો મોકલ્યો,
હે સૌમ્ય !
તારે જલ્દીથી રાધનપુર આવવું.' (૩૯)
સિદ્ધાન્તના મર્મને જાણનારા અને વિચક્ષણ
એવા તેમણે (દાનસૂરિ મહારાજે) ત્યારે આ બાજુ મુંબઈના છાપાઓમાં
તરત જાહેરાત કરાવી કે
ચૈત્ર સુદ ૧૪ ના દિવસે
ઉપાધ્યાય શ્રીપ્રેમવિજયજીને
२२
ભવ્ય રીતે આચાર્યપદવી અપાશે. (૪૦, ૪૧)
ગુરુ મહારાજની આજ્ઞાનો ભંગ થવાના ભયથી અને ગુરુ મહારાજની તબીયત બગડી હોવાના ભયથી ઉપાધ્યાય શ્રીપ્રેમવિજયજી મહારાજ
તરત રાધનપુર આવ્યા. (૪૨)