________________
प्रथमं पद्मम्
જ્યારે પૂજ્યશ્રી
વિધાશાળામાં બીરાજમાન હતા
ત્યારે પોપટલાલનો મોટો ભાઈ કાન્તિલાલ તેમના સંપર્કમાં આવ્યો. (૨૪)
કાન્તિલાલે લંડનની બેંકિંગપરીક્ષા
પહેલા નંબરે
પાસ કરી.
તે કેન્દ્રિયબેંકમાં જોડાઈ ગયો. (૨૫)
પૂજ્યશ્રીના સંયમની સુગંધથી આકર્ષાયેલા તેના મનમાં
સંસારથી તારનારી એવી
દીક્ષાની સુંદર ભાવના થઈ. (૨૬)
१४
પૂ.પં.પદ્મવિજયજી મ.ની હિતશિક્ષા - ‘આપણે કોણ ? આઠ પ્રવચનમાતાના કુલીન પુત્ર, કુળવાન પુત્રની ફરજ શી ? માતાનું એ જતન કરે, સેવા બજાવે, પણ માતાને તરછોડે કે ત્યાગે નહિં. માતાને પાળે તો માતાના મહાન આશીર્વાદ મળે. તમે પ્રવચનમાતાને પાળો તો એ મહાન કલ્યાણ સાધી આપે.’
પદ્મ સુવાસ
-