________________
प्रथमं पद्मम्
ગ્લાન શિષ્ય
મુનિરાજશ્રી કીર્તિવિજયજી મહારાજની વૈયાવચ્ચ માટે કાળુશીની પોળમાં પધાર્યા
અને ત્યાં કેટલાક દિવસ રહ્યા. (૧૯,૨૦)
પોપટલાલ દરરોજ તેમને વંદન કરવા
સાધુ-મહારાજના ઉપાશ્રયે જતો. તેથી તેમની સાથે
તેનો સંપર્ક થયો. (૨૧)
સંચમના શિલ્પી અને રત્નના પારખુ
એવા પૂજ્યશ્રી (ઉપા. પ્રેમવિજયજી મ.) તેની શક્તિ અને ભાવના જાણી ગયા.
તેમણે તેનો હાથ પકડ્યો. (૨૨)
તેથી વૈરાગી એવા તેણે
બહાચર્ય વ્રત સ્વીકાર્યું તેના ભાવિત મનમાં
દીક્ષાની ઈચ્છા પ્રબળ બની. (૨૩)