________________
सप्तमं पद्मम्
२५२
ત્યારે સંઘે રડતી આંખે,
અનિમેષ નયનોથી પોતાની નજર પહોંચે ત્યાં સુધી
જતા એવા તેમને જોયા. (૧૫૦)
વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસપ્રવર શ્રીપદ્રવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં આ રીતે બોધિ આપનારુ, સુંદર એવુ આ સાતમું પદ્મ પૂર્ણ થયું. (૧૫૧)
આમ વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ “સમતામહોદધિ' મહાકાવ્યમાં પંન્યાસપ્રવરશ્રીપદ્મવિજયજી મહારાજનું ગુરુમહારાજ સાથે મીલન, સિદ્ધગિરિનો સંઘ, વિપરીત પરિણમેલા ઓષધનો પ્રસંગ, પંન્યાસપદવી અર્પણ, સુરેન્દ્રનગરમાં ચોમાસુ, સાધનાનો યજ્ઞ, ૨૪ ઉપવાસની સાધના, ગળુ બંધ થવુ, અંતિમ આરાધનાક્ષમાપના, ફરી મહાવત ઉચ્ચરવા, નળી જોડવી વગેરેના વર્ણનવાળુ આ સાતમુ પદ્મ પૂર્ણ થયું.