________________
सप्तमं पद्मम्
ત્યારે શ્રીસંઘે
સાધુ ભગવંતોનો
ચોથા આરાનો
ગુરુકુળવાસ જોયો. (૪૫)
ત્યાં પૂજ્યશ્રી
છેદસૂત્રની વાચનાઓ આપતા,
ભાનુવિજયજી મહારાજ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભણાવતા. (૪૬)
જ્ઞાનરૂપી કમળમાં ભમરા સમાન કેટલાક મુનિવરો સૂક્ષ્મબુદ્ધિથી
જાણવા યોગ્ય એવા કર્મગ્રંથ
_२००
અને કર્મપ્રકૃતિના પદાર્થો ભણતા. (૪૭)
પંન્યાસપ્રવર શ્રીકાન્તિવિજયજીની નિશ્રામાં કેટલાક મહાત્માઓ વળી
ટીકા સહિત પ્રજ્ઞાપનાસૂત્ર
અને તત્ત્વાર્થસૂત્ર ભણતા હતા. (૪૮)