________________
पञ्चमं पद्मम्
_१४६
આમ વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા
સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજના
કેન્સરરોગની શરુઆત, મુંબઈ જવુ, શ્રીભદ્રગુપ્તવિજયજી અને શ્રીરાજેન્દ્રવિજયજીની દીક્ષા, દાદર ચોમાસુ, શિબિરની શરુઆત, અહમદનગર ચોમાસુ, બાબુશેઠની દીક્ષા વગેરેના વર્ણનવાળુ આ પાંચમુ - પદ્મ પૂર્ણ થયું.
પં. પદ્મવિજયજી મ. નું પ્રેરકવચન
કષાયના નિગ્રહમાં જ સાધુપણાનો સાચો સ્વાદ આવી શકે. નહિ તો આ સાધુવેશમાં પણ આંતરસંસાર ખોખરો બનવાને બદલે ખડતલ બને. આની સતત કાળજી ન રાખીએ તો આપણું ભાવિ કેવું ભયંકર ?
- પાપરિમલ