________________
चतुर्थं पद्मम्
– ૧૦૬
એષણાસમિતિમાં ઉપયોગવાળા તેઓ
હંમેશા નિર્દોષચર્યાથી ગોચરી લાવતા
અને તેનાથી નિર્વાહ કરતા. (૩૬)
તેઓ સાધુઓને પોતાની સાથે
ગોચરી વહોરવા માટે લઈ જઈને ગોચરી કેમ વહોરવી ?'
એ શિખવાડતા. (૩૦)
વક્તાની અપેક્ષાએ
ગોચરી વગેરે વહોરવામાં ઉપયોગવાળો સાધુ
ઘણા જીવોને જિનશાસન પમાડે છે. (૩૮)
વસ્તુઓ લેવા-મૂકવામાં
અને બારણા વગેરે ખોલ-બંધ કરવામાં
તેઓ જોઈને બરાબર પ્રમાર્જતા. (૩૯)