________________
तृतीयं पद्मम्. દ્રઢ મનોબળવાળા તેમણે
સંઘ, શાસન અને સમુદાયની પ્રગતિ માટે
ઘણુ સહન કર્યું. (૨૦)
સંયમથી પવિત્ર એવા શરીરમાં
જ્યારે વાયુનો પ્રકોપ થતો ત્યારે સત્ત્વશાળી એવા તેઓ
ઉપચારો નહોતા કરતા. (૨૧)
જ્યારે અસહ્ય વેદના થતી
ત્યારે તેઓ વેદનાની શાક્તિ માટે નિર્દોષ ગરમ પાણીથી ,
સેક કરતા. (૨૨)
પદ્મવિજયજી મહારાજે
સગુરુની શુદ્ધ પરંપરાથી આવેલી સહનશીલતા
પોતાના આત્મામાં પણ વિકસિત કરી. (૨૩)