________________
શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમઃ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદય-અશોકચંદ્રસૂરિભ્યો નમઃ
Kસંપાદકીય)
0 ગતમાં ઘણા પ્રશ્નો વગરના માત્ર ઉત્તરો હોય છે, કેટલાક ઉત્તર વગરના માત્ર પ્રશ્નો જ હોય છે, ક્યારેક પ્રશ્નો કુટિલ હોય છે, ઉત્તર સહજ હોય છે, તો ક્યારેક ઉત્તરો શોધવા મુશ્કેલ હોય છે, પ્રશ્નો સરળ હોય છે.
છતાંય હજારો વરસોથી આ પરંપરા ચાલતી આવી છે. ખુદ શ્રી વ પ્રભુએ અંતિમ સમયે માત્ર ઉત્તર સ્વરૂપે ઉત્તરાધ્યયનસૂત્ર દેશનારૂપે -ડાયું - તે તે કાળના લોકો પણ મનની પ્રસન્નતા માટે પ્રહેલિકાદપૂર્તિ-શ્લોકપૂર્તિ વગેરે રચતા. શબ્દગુપ્તિ-ક્રિયાગુપ્તિ વગેરે અનેક યોગો કરતા. સંસ્કૃત-પ્રાકૃત કાવ્યોમાં ચાલી આવતી એ રીત-રસમ અપભ્રંશ ગુજરાતી સાહિત્યમાં ચાલુ રહી, એમ પણ કહી શકાય કે આવા થો સિવાય રચના અધૂરી લાગે !
આજેય ઉખાણા-કોયડા-કોઠા પૂરવા વગેરે રૂપે આ પ્રવૃત્તિ સર્વત્ર ચલિત છે. ઉખાણા-પ્રશ્ન પૂછવાવાળા પૂછે ત્યારે ખૂબ આત્મવિશ્વાસથી છે. ઉત્તર આપવાવાળા ગોથા ખાય ત્યારે પૂછનારો ખૂબ અંતરથી મલકાય. ઘણી વાર તો જવાબની નજીક સુધી પહોંચી જાય છતાં સાચો જવાબ ન મળે ત્યારનો આનંદ કંઈ અનોખો હોય અને જો એમ કરતા સાચો જવાબ
ધી જાય તો ઉત્તર આપવાવાળાના મુખનો મલકાટ અનેરો હોય છે. જુઓ, કરો તમારો કોયડો ઉકેલી દીધો ?
આવા જ પ્રશ્નોત્તરો આજથી ૮૯૮ વર્ષ પહેલા ખરતરગચ્છીય - જિનવલ્લભસૂરિ મહારાજે જ્ઞાનના અનુપમ ક્ષયોપશમે અપૂર્વ ખૂબીથી આ “પ્રશ્નોત્તરેકષષ્ટિશતક” નામના ગ્રંથમાં સામેલ કર્યા છે. જ્યારે એક પછી એક શ્લોક વાંચતા જઈએ ત્યારે જ ખબર પડે કે એક એક શ્લોકમાં | કેવી કેવી ખૂબી ગ્રંથકારશ્રીએ ભરેલી છે. ઉત્તરોની વિશિષ્ટતા વૃત્તિકાર મહોપાધ્યાય શ્રી પુણ્યસાગરજીની વૃત્તિ ન હોય તો જાણવી ક્યારેક મુશ્કેલ
પડે તેવી છે. ચક્રબંધ કાવ્યો તો ખરેખર બુદ્ધિની પ્રતિભા વગર ઉકેલવા - કઠીન છે.