________________
‘અધ્યાત્મ' ની કેવી તાત્વિક વ્યાખ્યા ! જિનમાર્ગના “અધ્યાત્મ'નું કેટલું લાઘવભરેલું અને છતાં પરિપૂર્ણ લક્ષણ !
વૈરાયની વ્યાખ્યા જુઓ : “તક્રિોષ વૈરા" અર્થાત્ “અવેછોછેH" - સંસારની ઇચ્છાઓનો ઉચ્છેદ તે વૈરાગ્ય ! વૈરાગ્યનો અર્થ કે મર્મ સમજાવવા માટેના આ લક્ષણમાં કશું પણ ઉમેરવા જેવું રહે છે ખરું? એક ઠેકાણે તેમણે “મા' ની વ્યાખ્યા આ પ્રમાણે આપી :
“મારોતોડવનમ્” ચિત્તની અકુટિલ ગતિ/અવસ્થા તે માર્ગ ! ઉપાધ્યાયજી સિવાય આવી અદ્ભુત અને પરિપૂર્ણ વ્યાખ્યાઓ કોણ આપી શકે ભલા?
જ્ઞાનસાર, અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષત્ - આ ત્રણ ગ્રંથો, એમનાં નામ પ્રમાણે પરમાત્માના માર્ગના સમગ્ર જ્ઞાનમાર્ગનો અને અધ્યાત્મતત્વનો અર્ક પોતાના પેટમાં સમાવીને બેઠેલા ગ્રંથો છે. “સાર’ અને ‘ઉપનિષએ બે શબ્દો કેટલા મૂલ્યવાન અને વજનદાર છે, તેનો અંદાજ આ ગ્રંથોના અવગાહન વિના મળવો અશક્ય છે.
૮-૮ અનુષ્ટપુના બનેલાં ૩ર અષ્ટકોમાં, ૩૨ પ્રકરણોમાં, વિવિધ ૩ર ગંભીર અને તાત્ત્વિક વિષયોનો અર્ક ભરી દેવો, એ ઉપાધ્યાયજી સિવાય કોઈને માટે શક્ય નથી, એમ કહીએ તો તેમાં અત્યુક્તિ ન થાય.
તો ૨૦ અધિકારોમાં અધ્યાત્મ, વૈરાગ્ય, દંભ, ભવસ્વરૂપ, મમતા, સમતા, સમ્યક્ત, સદનુષ્ઠાન, આત્મનિશ્ચય, મનશુદ્ધિ જેવા ગહન વિષયોની તલસ્પર્શી, શાસ્ત્રાનુસારી અને આગમાદિ શાસ્ત્રોનાં વચનોના પરમ ઔદંપર્યને પ્રગટ કરતી વિચારણા તથા પ્રસ્તુતિ, એ ઉપાધ્યાયજીના જ ગજાનું કામ ! બીજાને આ વિષયો ન સૂઝે, એના આવા ક્રમ પણ ન સમજાય, અને આવા ઐદંપર્ય સુધી બીજાની પહોંચ પણ ન સંભવે ! અને તેથી જ, આ બન્ને ગ્રંથો સાથે “સાર' શબ્દનું સંયોજન, તેઓ સાર્થક રીતે જ નહિ, પણ પૂરા અધિકારપૂર્વક કરી શક્યા છે.
અધ્યાત્મોપનિષતુમાં “ઉપનિષત્ શબ્દ જોડ્યો છે. ‘ઉપનિષતુ” એ “સાર કરતાં આગળનો શબ્દ છે. “ઉપનિષત્' દ્વારા જે તત્ત્વ અથવા રહસ્ય લાધે, તે પરાકાષ્ઠાનું જ હોય; અને તે અન્યત્રથી, ક્યાંયથી, કોઈ રીતે લાધતું નથી હોતું. આ અર્થમાં વિચારીએ તો, ઉપરના બન્ને ગ્રંથો કરતાં “અધ્યાત્મોપનિષદ્' ગ્રંથ વધુ આગળ છે, વધુ ગંભીર-ગહન છે, અને તત્ત્વને વધુ ઊંડાણથી એ ઘૂંટે છે. અલબત્ત, ત્રણેય ગ્રંથોના વિષય અલાયદા છે, તો પણ ત્રણે વચ્ચે એક અદશ્ય કે અગમ્ય તંતુ છે જ, જે ત્રણેને એક નિશ્ચિત ક્રમ આપે છે, અને પાછા ચડતા ક્રમે ગોઠવી આપે છે. ત્રણેયનું એક સાથે, ક્રમશઃ અધ્યયન કરવામાં આવે તો તે ત્રણે ગ્રંથો વચ્ચેનું અનુસન્ધાન અને ત્રણે દ્વારા થતો ક્રમિક તાત્ત્વિક/આધ્યાત્મિક વિકાસ – અવશ્ય સમજાય, અનુભવી શકાય.