SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિમુખ ૯૫. સત્યવાદી મનુષ્ય માતાની માફક વિશ્વાસપાત્ર, માણસે માટે ગુરુની માફક પૂજ્ય અને સગાંવહાલાંની માફક બધાનું પ્રીતિપાત્ર બને છે. ૬. સત્યમાં તપ, સંયમ અને બાકીના તમામ ગુણોને વાસ હોય છે. જેવી રીતે સાગર માછલાંઓનું આશ્રય સ્થાન છે " તેવી રીતે સત્ય સમસ્ત ગુણેનું આશ્રય સ્થાન છે. ૯૭. જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લોભ થાય છે. લાભશી લોભ વધતો જાય છે. બે માશા સેનાથી જે કામ પાર પડી શકે છે તે કામ કરોડો સુવર્ણમુદ્રાઓથી પણ પાર પડી શકતું નથી. (કપિલ નામની વ્યકિતની તૃષ્ણાના ન્યૂનાધિક પરિણામને દર્શાવનારું આ દૃષ્ટાંત છે). ૯૮. કદાચ સેના અને ચાંદીના કૈલાસ-સમાં અસંખ્ય પર્વત ઉત્પન્ન થઈ જાય, તો પણ લોભી પુરુષને એથી કશી અસર થતી નથી (તૃપ્તિ થતી નથી). કારણ કે ઇચ્છા આકાશ જેટલી અંનત છે. ૯. જેવી રીતે બતક ઇંડામાંથી અને ઈડું બતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃષ્ણા મેહમાંથી અને મોહ તૃષ્ણામાંથી ઉન્ન થાય છે. ૧૦. (માટે) સમતા અને સંતોષરૂપી પાણી વડે તીવ્ર ભરૂપી મળને જે ધુએ છે અને જેને ભોજનની કશી પડી નથી તેને વિમળ શૌચ ધર્મ લાધે છે. ૧૦૧. વ્રત-ધારણ, સમિતિ-પાલન, કષાયનિગ્રહ, મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ દંડને ત્યાગ, પચંદ્રિય-જય–આ બધાને સંયમ કહેવામાં આવે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy