SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદવાદ ૨૩૫ ૭૨૮. બધા નો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પરંતુ જે બીજા નાના વકતવ્યનું નિરાકરણ કરતા હોય તે તે મિથ્યા છે. અનેકાંત દષ્ટિનો અથવા શાસ્ત્રનો જ્ઞાતા એ નાના “ આ સાચા છે” અને “એ જૂઠા છે” એવી રીતે વિભાગ કરતે નથી. ૭૨૯. નિરપેક્ષનો સામુદાયિતા પ્રાપ્ત કરતા નથી અને સમુદાયરૂપ કરી દેવાથી સમ્યક બનતા નથી. કારણ કે પ્રત્યેક નિરપેક્ષ નય 'મિથ્યા હોવાથી એને સમુદાય તો મહામિથ્યા રૂપ બની જશે. સમુદાયરૂપ બનવાથી પણ એ એ વસ્તુના બેધક નથી બનતા કારણ કે પ્રથ-પૃથક્ અવસ્થામાં પણ એ બેધક નથી. એનું કારણ એ છે કે નિરપેક્ષ હોવાને લીધે વૈરીની માફક એ બધા પરસ્પર વિરોધી છે. ૭૩૦. જેવી રીતે વિવિધ અભિપ્રાય ધરાવનારા અનેક સેવક રાજા સ્વામી અથવા અધિકારીના વશમાં રહે છે અથવા આપસમાં લડવા ઝઘડવાવાળા વ્યવહારી માણસ કોઈ ઉદાસીન . (તટસ્થ) વ્યક્તિને વશવતી બની મિત્રતા પ્રાપ્ત કરી વાળે છે, તેવી રીતે જ બધા પરસ્પર વિરોધી નય સ્યાદ્વાદને શરણે જઈ સમ્યભાવને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સ્વાવાદની છત્રછાયામાં પરસ્પર વિરોધનું કારણ (સાધારણતા) દૂર થઈ જાય છે અને એ બધા સાપેક્ષતાપૂર્વક એકત્ર થઈ જાય છે. ૭૩૧. જેવી રીતે હાથીનું પૂછડું, પગ, સૂંઢ વગેરે જે સ્પર્શ કરીને એ હાથી છે એવું માનનારા જન્માંધ લોકોનો અભિપ્રાય મિથ્યા છે, તેવી રીતે અનેક-ધર્માત્મક વસ્તુના એક-એક અંશ ગ્રહણ કરી “અમે પૂરી વસ્તુ જાણી લીધી છે” એવી પ્રતિપત્તિ સ્વીકૃતિ કરનારાઓનું તાદ્રસ્તુવિષયક જ્ઞાન મિથ્યા ગણાય છે. ઉ૩૨. તથા જેવી રીતે હાથીના બધા અવયના સમૂહને હાથી જાણનારા ચક્ષુષ્માન (દષ્ટિસંપન્ન)નું જ્ઞાન સમ્યક બને છે તેવી રીતે સમસ્ત નાના સમુદાય દ્વારા વસ્તુની સમસ્ત પર્યાને અથવા એના ધર્મોને જાણનારાનું જ્ઞાન સમ્યક્ કહેવાય છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy