SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. અનેકાન્ત સૂત્ર ૬૬૦. જેના વિના લકમાં વ્યવહાર બિલકુલ ચાલી શકતો નથી અને વિશ્વના જે એક જ ગુરુ સમાન છે એવા અનેકાંતવાદને હું પ્રણામ કરું છું. ૬૬૧. દ્રવ્ય ગુણોને આશ્રય અથવા આધાર છે. જે એક દ્રવ્યને આશ્રયે રહે છે એ ગુણ કહેવાય છે. દ્રવ્ય અથવા ગુણબેમાંથી એકને ઓશ્રયે જે રહે તે પર્યાય. ૬૬૨. પર્યાય વિના દ્રવ્ય નહિ અને દ્રવ્ય વિના પર્યાય નહિ. ઉત્પાદ, સ્થિતિ (ધ્રુવતા), અને વ્યય (નાશ) દ્રવ્યનું લક્ષણ છે. અર્થાત્ જેમાં દરેક સમયે ઉપાદાદિ ત્રણેય ઘટી શકતાં હોય એને દ્રવ્ય કહે છે. ૬૬૩. વ્યય વિના ઉત્પાદ નહિ અને ઉત્પાદ વિના વ્યય નહિ. એ જ પ્રમાણે ત્રિકાલ સ્થાયી ધ્રૌવ્ય (આધાર) વિના ઉત્પાદ અને વ્યય બને નથી હોતાં. . ૬૬૪. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ)– - આ ત્રણ દ્રવ્યમાં હોતાં નથી પરંતુ દ્રવ્યની નિત્ય પરિવર્તનશીલ પર્યામાં રહે છે. પરંતુ પર્યાયોનો સમૂહ એ જ દ્રવ્ય. એટલા માટે બધા દ્રવ્ય જ કહેવાય. ૬૬૫. દ્રવ્ય એક જ સમયે ઉતપાદ, વ્યય અને ધ્રવ્ય નામના અર્થોની સાથે સમત– એકમેક હોય છે. એટલા માટે આ ત્રણેય, વાસ્તવમાં દ્રવ્ય છે. - ૨૧૩ -
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy