________________
મેક્ષમાગ
૧૭૧
પ૩૯. સ્વભાવની પ્રચંડતા, વેરની મજબૂત ગાંઠ, ઝઘડાખોર વૃત્તિ,
ધર્મ અને દયા રહિતતા, સમજાવવા છતાં ન માનવું – આ * બધાં કૃષ્ણ-લેશ્યાનાં લક્ષણ છે.
૫૪૦. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષયલોલુપતા – આ
ટૂંકમાં, નીલ લેયાનાં લક્ષણ છે.
૫૪૧. જલદી રોષે ભરાવું, બીજાની નિંદા કરવી, દેષ દેવો, અતિ
શકાયુક્ત હોવું, અત્યંત ભયભીત બની જવું – આ કાપોતલેશ્યાનાં લક્ષણ છે.
૫૪. કાર્ય-અકાર્યનું જ્ઞાન, શ્રેય-અયને વિવેક, બધા તરફ સમભાવ,
દયા-દાનમાં પ્રવૃત્તિ – આ પીત અથવા તેજલેશ્યાનાં લક્ષણ છે. .
૫૪૩. . ત્યાગશીલતા, પરિણામની ભદ્રતા, વ્યવહારમાં પ્રામાણિકતા,
કાર્યમાં ઋજુતા, અપરાધીઓ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ-ગુરુ" જનની પૂજા-સેવામાં તત્પરતા – આ પદ્મશ્યાનાં લક્ષણ છે.
૫૪૪. પક્ષપાત ન કરવો, ભેગોની આકાંક્ષા ન કરવી, બધાની સાથે
સમદશીપણું, રાગ-દ્વેષ-સ્નેહથી દૂર રહેવું – શુકલ લેશ્યાનાં લક્ષણ છે.
૫૪૫. આત્મ પરિણામમાં વિશુદ્ધિ આવવાથી લેગ્યામાં વિશુદ્ધિ
થાય છે અને કષાયોની મંદતાથી પરિણામે વિશુદ્ધ થાય છે.