________________
भगवत्पादारविंदवंदनम् कथंचिदवाप्तं न चातःपरम् कृत्यमस्तीति अनेनैव आत्मानं कृतार्थ मन्यमाना....प्रणिपातदण्डकसूत्रं पठति ।
અર્થ :- મિથ્યાત્વરૂપી જલના સમૂહથી તથા અનેક પ્રકારના કદાહરૂપી મગરાદિ જળચરોથી વ્યાસ ભવરૂપી સમુદ્રમાં આયુષ્ય અનિત્ય હોવાના કારણે અતિદુર્લભ, સકલ કલ્યાણનું એક માત્ર કારણ, ચિંતામણી અને કલ્પવૃક્ષને પણ જે નીચે ઉતારે છે (અર્થાત્ ચિંતામણી અને કલ્પવૃક્ષથી અધિક દુર્લભ) આ ભગવંતના ચરણારવિંદનું વંદન મને ગમે તે રીતે પ્રાપ્ત થયું છે, આનાથી બીજુ વિશેષ કઈ કર્તવ્ય નથી, એમ પિતાના આત્માને કૃતાર્થ માનતે, ......પ્રણિપાતદંડક સૂત્ર બેલે છે.
પ્રસ્તુત ગ્રંથમાં. પરમાત્માને વંદનની વિધિ વિસ્તારથી આપેલ છે, વંદનના સૂત્રો, નમુત્થણું–લેગસ્સ-પુફખરવર-સિદ્ધાણું બુદ્ધાણુંજાવંતિચેઈઆઈ વગેરે સૂત્રોના સુંદર અર્થો, અને ભાવાર્થો પ્રગટ કર્યા છે, આ ગ્રંથના અધ્યયન, વાંચન, શ્રવણ અને નિદિધ્યાસનથી દેવાધિદેવ પ્રત્યે અદ્દભુત બહુમાનાદિના ભાવ પ્રગટ થાય છે, અને ચૈિત્યવંદનની વિધિ વગેરેની પણ સમજણ મળે છે, પરિણામે જીવનના એક મહાન કર્તવ્યરૂપ પરમાત્માનું ચૈત્યવંદન અત્યંત ઉલ્લાસ અને ભાવપૂર્વક થાય છે, અને તે દ્વારા, મિથ્યાવનો નાશ થાય છે, સમ્યફત્વ ન હોય તેને પ્રાપ્ત થાય છે, હોય તેનું નિર્મળ થાય છે,પરંપરાએ ચારિત્ર પામીને છેક મુક્તિ સુધી પહોંચી જવાય છે.
પ્રસ્તુત ગ્રંથ પદ્યાત્મક છે. સંક્ષિપ્તમાં પણ ચિત્યવંદનને વિષય આમાં સુંદર રીતે વર્ણવેલ છે, સંસ્કૃત પાકૃત ભાષાના અભ્યાસીને માટે આ ગ્રંથને ગુજરાતીમાં અનુવાદ થ પણ અતિ આવશ્યક છે, અનુકૂળતાએ તે પણ કરવા કે કરાવવાની ભાવના છે.
પ્રાંતે જિનશાસનની એક મહાન ચિત્યવંદનની ભાવપૂર્વક ક્રિયા કરી સકલ સંઘ સમ્યક્ત્વાદિ ગુણોની વૃદ્ધિ શુદ્ધિ કરી શીધ્ર નિર્વાણ પામે એ જ એક શુભભિલાષા..
લિ. શ્રી પ્રેમભુવનભાનુ પદ્મપાદરેણુ
–પંન્યાસ હેમચંદ્રવિજય