________________
. નિમિત્ત માત્રોડક્રમ્
- પરમતાક પરમાત્માના શાસનના રહસ્યને સરળતાથી સમજાવવા માટે ધર્મકથાનુયોગનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. દ્વાદશાંગી પૈકી છઠ્ઠા અંગસૂત્ર શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં ૩ (સાડાત્રણ) કરોડ કથાઓ હતી તેમજ શ્રી ઉપાશક દશાંગ આ બન્ને ગ્રંથો ધર્મકથાનુયોગના છે તેને આશ્રયીને આજ સુધી અનેકાનેક મહાપુરુષોએ વિવિધ વિષયની અનેક ધર્મકથાઓ બનાવી છે. - તે પૈકી આ પ્રસ્તુત ગ્રંથ શ્રી રત્નપાલનૃપચરિત્રના કર્તા સહસ્ત્રાવધાની પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય મુનિસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વાચનાચાર્ય શ્રી સોમમંડન ગણિવર છે. આ કથા મુખ્યત્વે ધર્મના ચાર પ્રકારો દાન-શીલ-તપ-ભાવ. પૈકી શીલ ધર્મ ઉપર ૮૦૫ શ્લોક પ્રમાણ રચવામાં આવી છે. અવાત્તર કથાઓ દ્વારા આ ગ્રંથને ખૂબજ રોચક બનાવવામાં આવ્યો છે. - આજ કથા શ્રીધર્મકલ્પદ્રુમ ગ્રંથમાં પલ્લવ-૪ અને -પમાં કુલ શ્લોક૧૩૨૩ માં આગમગચ્છીય શ્રી ઉદયધર્મગણિવરે રચેલી છે. - આ ગ્રંથ બેવાર વાંચતા-વંચાવતા ગમી ગયો અને વિચાર આવ્યો કે
આને પુનઃ પ્રકાશિત કરવામાં આવે તો જરૂર વાચક ગણને લાભ થાય તે
ઉદેશથી મારા ભવોદધિ તારક પરમારાથ્યપાદ પરમતારક ગુરુદેવશ્રીજીની • કૃપા બળે તેમજ મારા જ્ઞાનદાતાગુરુદેવ આશ્રિતગણહિતચિંતક પૂજ્યપાદ
આ.ભ.શ્રી વિજય મરચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા મારાદીક્ષાગુરુદેવ . સૂરિમંત્રપંચપ્રસ્થાન સમારાધક પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય
શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિર્વાદથી આચાર્યવિજય યોગતિલકસૂરિજી મ. તથા મુનિશ્રી શ્રુતતિલકવિજયજી મ.ના સહયોગથી આ સંપાદન થયું છે. જોકે હું તો નિમિત્તમાત્ર છું બાકી તો મુખ્ય કામ તે મુનિશ્રી કૃતતિલકવિજયજી મ. દ્વારા થયું છે. પ્રાને આ ગ્રંથના વાંચન-મનન દ્વારા દુર્લભ એવા માનવ જીવનને શીલધર્મમય બનાવી પ્રાન્ત પરમપદને પામનારા બનીએ એજ શુભાભિલષા. ભવોદધિતારક ગુરુદેવવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો વિનય
મુનિ ધર્મતિલકવિજય અ. સુ. ૬. ૨૦૬૩ શાંતિભુવન. જામનગર