________________
પ્રસ્તાવના
- - ૫. જયસુંદર વિ. ગણી જો આ વિશ્વમાં બધા વીતરાગ અને સર્વજ્ઞ જ હોત તો પરસ્પર ચર્ચા જેવી કોઈ ચીજ હયાત જ ન હોત. જ્યારે કોઈ એક વિષયમાં સર્વસમ્મતિ ન હોય, અથવા કોઈ એક પક્ષ તરફથી પોતાને સમ્મત મત વિશે અત્યંત આગ્રહ સેવાય, અથવા કોઈ એક વિષયના નિર્ણય માટે સ્પષ્ટ અને પ્રત્યક્ષપલબ્ધ સામગ્રી અપૂર્ણ હોય ત્યારે સત્ય શું તેનો નિર્ણય કરવા માટે, અથવા કયારેક કોઈ નવી પરિસ્થિતિ ઉભી થઈ હોય તો તેના સંદર્ભમાં કોઈ નિર્ણય કરવા માટે, તો કયારેક શિષ્યવ્યુત્પત્તિ અથવા સાત્ત્વિક વિનોદ માટે આમ અનેક કારણોસર આ જગતમાં પૂર્વકાળથી ચર્ચાઓ થતી આવી છે. - શ્રી જૈનશાસનમાં વિતષ્ઠાવાદને તો કોઈ સ્થાન નથી. ચર્ચાઓ ઘણા પ્રકારની ભૂતકાળમાં પણ ઘણી થઈ ગઈ છે અને વર્તમાનકાળમાં પણ થયા કરે છે. વિવાદના - રસથી અથવા હું કહું છું તે જ બરાબર’ એવુ સિદ્ધ કરી દેખાડવા માટેની ચર્ચા આત્મહિતકારી બનતી નથી, પણ શુદ્ધ નિર્મલ નિર્ણય માટેની સરલ હૃદયથી થતી ચર્ચા આત્મહિતમાં ઉપયોગી બની શકે છે. આત્મહિત માટે ઉપયોગી ચર્ચામાં શુદ્ધ જિજ્ઞાસા અથવા પોતે જે સમજે છે તે બરાબર છે કે નહીં-એની ચકાસણી મુખ્ય હોય છે. * જૈનશાસનના સુપરીક્ષિત અને સુપ્રતિષ્ઠિત અનેકાન્તવાદાદિ સિદ્ધાન્તોની સામે
જ્યારે કોઈ પક્ષ કે વ્યક્તિ તરફથી વિપરીત સ્થાપના જોર-શોર પૂર્વક થઈ રહી . હોય ત્યારે સિદ્ધાન્તપક્ષ અને પેલા વ્યકિતગતપક્ષ વચ્ચે પણ ઘણીવાર ઉગ્ર ચર્ચાઓ
છેડાઈ જાય છે. એ ચર્ચામાં સિદ્ધાન્તપક્ષ તરફથી અનેક શાસ્ત્રીય તો, પ્રાચીન પરમ્પરા અને યુકિતઓ વગેરે પ્રસ્તુત કરવામાં આવે છે, તેમાં મુખ્યત્વે વ્યક્તિગત પક્ષ દ્વારા જે શાસ્ત્રીય તથ્યોની તોડમરોડ થતી હોય, અથવા પરમ્પરા સાથે વિરોધ પ્રસન્ન થતો હોય તે બતાવવામાં આવે છે તેમજ વ્યક્તિગત પક્ષ તરફથી રજુ થયેલી યુક્તિઓની પોકળતા દર્શાવવામાં આવે છે. આવા પ્રકારની એક ચર્ચા આ ગ્રન્થમાં પ્રસ્તુત છે.