________________
सिरि हिओवएसमाला .
गेहागयाणमुचियं, वसणावडियाण तह समुद्धरणे । दुहियाण दया एसो, सव्वेसिं सम्मओ धम्मो ॥३१५॥ पिइमाईण समुचियं, पउंजमाणा जहुत्तजुत्तीए । पुरिसाए संतवसणा, जिणधम्माहिगारिणो हुति ॥३१६॥ मुंचंति न मज्जायं, जलनिहिणो नाचलावि हु चलति । न कयावि उत्तमनरा, उचियाचरणं विलंघंति ॥३१७॥ तेणं चिय जयगुरुणो, तित्थयरा वि हु गिहत्थभावम्मि । अम्मापिऊणमुचियं, अब्मुट्ठाणाइ कुवंति ॥३१८॥ उचियाचरणेण नरो, लद्धपसिद्धी वि नंदए न चिरं । देसाइविरुद्धाई, अचयंतो ते तओ चयसु ॥३१९॥
આ વ્યવહાર એક દર્શનવાળાને જ સંમત છે એવું નથી, પણ પ્રત્યેક દર્શનવાળાઓને સમ્મત છે. એટલા માટે જ ગ્રન્થકાર ફરમાવે
ઘરે આવેલા અતિથિનું ઉચિત સાચવવું, કષ્ટમાં પડેલાનો ઉદ્ધાર કરો, અને દુઃખી પ્રાણીઓની દયા કરવી, આ ધર્મ(=આચાર) સર્વ -દર્શનવાળાઓને માન્ય છે. ૩૧૫
આગળ કહ્યા પ્રમાણે માતા, પિતા વિગેરેનું ઉચિત સાચવનારા, અને તેના પ્રભાવે જેમનાં સમસ્ત વિદ્ગો ઉપશાન્ત થયાં છે, એવા પુરૂષ જ જિનધર્મને આરાધવા માટે અધિકારી છે. ૩૧૬
જેમ સમુદ્રો મર્યાદા મૂકતા નથી, પર્વતે ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂ ક્યારે પણ ઉચિત ઓચરણનું ઉલ્લંઘન કરતા નથી.૩૧૭
માટે જ જગદગુરૂ શ્રી તીર્થકર ભગવન્તો પણ ગૃહસ્થપણામાં અત્યુત્થાન આદિવડે માતા-પિતાનું ઉચિત આચરણ કરે છે. ૩૧૮
ઉચિત આચરણ કરવા દ્વારા જગતમાં પ્રસિદ્ધિ પામેલા આત્માઓ જે દેશાદિવિરૂદ્ધ કાયૅને ત્યાગ ન કરે, તે લાંબાકાળ સુધી આનંદમાં રહી શકતા નથી; માટે દેશાદિ-વિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ.૩૧૯