________________
सिरि हिओवएसमाला
कायव्वं कज्जे वि हु, न इक्कमिक्केण दंसणं पहुणो । कज्जो न मंतभेओ, पेसुन्नं परिहरेयव्वं ॥३०६॥ समुवट्ठिए विवाए, तुलासमाणेहिं चेव ठायव्वं । कारण साविक्खेहि, विहुणेयव्वो न नयमग्गो ॥३०७॥ बलिएहि दुम्बलजणो, सुककराई हिं नामिभवियव्यो । थेवावराहदोसे वि, दंडभूमि न नेयवो ॥३०८॥ कारणिएहि पि समं, कायव्यो ता न अत्थसंबंधो । किं पुण पहुणा सद्धि, अप्पहियं अहिलसंतेहिं ॥३०९॥ एयं परुप्परं नायराण, पायण समुचियाचरणं । परतित्थियाण समुचिय-मह किंपि भणामि लेसेण ॥३१०॥ રાજાનું કોઈપણ રાજ્યાભિષેકાદિનું મહાન કાર્ય ઉપસ્થિત થાય ત્યારે એકલાએ રાજાના દર્શન કરવા ન જવું. એકલેજ રાજાના દર્શન કરવા જાય તે નગરના લોકોને મહાઅવિશ્વાસ થાય. રાજાને મંત્રભેદ (રહસ્યમય વાતોની જાહેરાત) ન કરે. નહિતર રાજાને પ્રકોપ થાય, તથા રાજા અને મંત્રી વગેરે માણસેનાં દુષણે ન બોલવાં. ૩૦૬
ધનધાન્યાદિના વિષયમાં બે પક્ષમાં કઈ વિવાદ ઉપસ્થિત થાય, ત્યારે મધ્યસ્થપણાથી ત્રાજવા સમાન ધર્મવાળા અને ન્યાય કરવામાં મક્કમ એવા મહાજનની સાથે રહેવું જોઈએ. પરન્તુ સગાં સમ્બન્ધી ભાઈ ભત્રીજા વગેરેના પક્ષમાં બેસી ન્યાયમાર્ગને ઠુકરાવ નહી. ૩૦૭
રાજા આદિની લાગવગથી સબળ બનેલા માણસે ચીજોનું મૂલ્ય અને કરાદિ વધારે લઈ ધન વગરના દુર્બળ માણસનો પરાભવ ન કરો. અને થોડા અપરાધમાં કોઈ પણ માણસને રાજા પાસે દંડની ભૂમિકામાં ન લઈ જ અર્થાત્ અલ્પ અપરાધમાં રાજા પાસે મોટે દડ ન કરાવવો. ૩૦૮
રાજાએ ન્યાયાદિ કરવા માટે નીમેલા માણસની સાથે ધનાદિ દ્રવ્યની લેવડ દેવડને વ્યવહાર ન કર અને રાજા સાથેતો એ વ્યવહાર ખાસ ન કરવો. ૩૦૯
આ પ્રમાણે નાગરીકેનું પરસ્પરનું ઉચિત કહ્યું હવે પરતીર્થિઓનું ઉચિત ટૂંકમાં કહું છું. ૩૧૦