________________
[૪]
વિજયજી મહારાજ પાસે કરાવીને તેને સુધારીને વ્યવસ્થિત કરી આપ્યું. તથા તેનાં પરિશિષ્ટો અને પ્રસ્તાવના પણ લખી આપી છે. તેના પ્રતાપે જ આજે અમે આ બનેય ગ્રંથ રત્નને ગુર્જર અનુવાદ સાથે અધિકૃત સમ્યગૂ શ્રુતપાસક આત્માઓના કરકમળમાં સમર્પિત કરવા સફળ બની શક્યા છીએ. એથી અમે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીને તથા પંન્યાસજી મહારાજ આદિ બન્ને પૂજ્ય મુનિરાજના અત્યંત ઋણી છીએ.
તેમ જ આ બન્નેય ગ્રંથરત્નનું મુદ્રણ કાર્ય અ૮૫ સમયમાં જ સુંદર રીતે કરી આપવા બદલ સરસ્વતી પુસ્તક ભંડારવાળા અશ્વીનભાઈ શાહના આભારી છીએ.
તેમજ અમદાવાદમાં આ પુસ્તકની છપાઈ આદિ અંગે બીજી બધી રીતે સહાયક થનાર કીર્તિલાલ બાબુલાલ એન્ડ કંપનીવાળા શા. બાબુભાઈ કક્કલદાસ વગેરેના પણ આભારી છીએ.
એ જ લી. નગીનદાસ પૌષધશાળાના ટ્રસ્ટવતી કાંતિલાલ લહેરુચંદ શાહ
પાટણ (ઉ. ગુ.)