________________
૧૫૮
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકુવ પ્રકરણ
कुग्गह कलंकरहिया, जहसत्ति जहागमं च जयमाणा । जेण विसुद्धचरित्ता, कहिया अरिहंतसमयंमि ॥१७८॥ अज्जवि तिन्नपइन्ना, गरुयभरुव्वहणपच्चला लोए । दीसंति महापुरिसा, अखंडियसीलपब्भारा ॥१७९।। अज्जवि तवसुसियंगा, तणुयकसाया जिइंदिया धीरा । दीसंति जए जइणो, मम्महहिययं वियारंता॥१८०॥ अज्जवि दयसंपन्ना, छज्जीवनिकायरक्खणुज्जुत्ता । दीसंति तवस्सिगणा, विगह-विरत्ता सुईजुत्ता ॥१८१॥ अज्जवि दय-खति-पइट्ठियाई तव-नियम-सीलकलियाई। विरलाई समाए, दीसंति सुसाहुरयणाई ॥१८२।। કારણકે-શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં કદાગ્રહના કલંકથી રહિત, અને યથાશક્તિ જિનાજ્ઞા મુલ્મ રત્નત્રયીની આરાધનામાં ઉદ્યમશીલ સાધુઓને વિશુદ્ધ ચારિત્રવાળા કહ્યા છે. ૧૭૮
આજે પણ વિશ્વમાં પ્રતિજ્ઞાને પૂર્ણ રીતે પાળનારા, મહાભારવાળા સંયમને વહન કરવામાં સમર્થ અને અખંડિત શીલના પ્રારભારને ધારણ કરનારા મહાપુરૂષે દેખાય છે. ૧૭૯
વર્તમાન કાળમાં પણ તપના અનુષ્ઠાનથી કાયાને સુકાવનારા, અલ્પ કષાયવાળા, જિતેન્દ્રિય, ક્ષુધા આદિ પરબ્રહોને સહન કરવામાં ધીર, અને કામદેવના હદયનું વિદારણ કરનારા કામ વિજેતા મહાપુરૂષ જગતમાં દેખાય છે. ૧૮૦
આ દુષમકાળમાં પણ દયાથી યુક્ત, છ જવનિકાયના રક્ષણમાં ઉદ્યમવાળા, વિકથાઓથી વિરક્ત, અને સ્વાધ્યાય ગુણથી સહિત એવા તપસ્વીઓ જગતમાં દેખાય છે. ૧૮૧
આજના દુષમકાળમાં પણ ક્ષમાગુણમાં સ્થિર, તપ, નિયમ અને શીલથી શોભતા, સુસાધુ રને જોવા મળે છે. ૧૮૨
1 તિત્તિ કુત્તમત” છે. . 2 ઉતિવયા મુ. I -