________________
द्रसणसुद्धिपगरण-सम्मत्तपगरणं
૧૫૫
ता तेसिं असठाणं, जहसत्ति जहागमं जयंताणं । कालोचियजयणाए, बहुमाणं होइ कायच्वं ॥१६५॥ बहुमाणं वंदणय, निवेयणा पालणा य जत्तेण । उवगरणदाणमेवं, गुरुपूया होइ विन्नेया ॥१६६॥ पलए महागुणाणं, हवंति सेवारिहा लहुगुणावि । अत्थमिए दिणनाहे, अहिलसइ जणो पइवपि ।।१६७॥ सम्मत्तनाणचरणाणुपाइ-माणाणुगं च जं तत्थ ।
जिणपन्नत्तं भत्तीए, पूयए तं तहाभावं ॥१६८॥ સુગુરૂ પ્રત્યે ભક્તિ-બહુમાન –
તેથી આગમની આજ્ઞાને અનુસરે યથાશક્તિ ઉદ્યમ કરનારા તથા સરળ સ્વભાવવાળા બકુશ અને કુશીલ ચારિત્રીઓનું દુષમકાળને ઉચિત યતનાથી બહુમાન કરવું જોઈએ. ૧૬૫ . બહુમાન કરવું, વંદન કરવું, દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે આત્મસમર્પણ કરવું, ગુરૂએ આપેલા ઉપદેશનું પાલન કરવું અને પ્રયત્ન પૂર્વક વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણોનું ગુરૂને સમર્પણ કરવું, એમ સર્વ પ્રકારે સુગુરૂની પૂજા થઈ શકે છે. ૧૬૬
સ્નાતકાદિ મહાગુણવાળા ચારિત્રીના અભાવમાં અલ્પગુણવાળા ચારિત્રી સાધુઓ સેવાને યોગ્ય થાય છે, જેમ લોકે પણ સૂર્યને અસ્ત થાય, ત્યારે પ્રકાશ માટે પ્રદીપને આશ્રય કરે છે. ૧૬૭
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આદિ ગુણોને અનુસરનારું તથા શ્રીજિનાજ્ઞા મુજબનું જે કાંઈ અનુષ્ઠાન જે પુરૂષમાં દેખાય, તે સમ્યગ્દર્શન આદિ ગુણે શ્રીજિનવરાએ પ્રરૂપ્યા છે, એમ વિચારીને તે ગુણયુત પુરૂષની ઉચિત-ભક્તિથી પૂજા કરવી જોઈએ. ૧૬૮
1 મસરા, દે.. 2 વઘુમાળો . | 3 ચડ્યો. મુ. 4 વરિ મુ. પમિ છે. I 5 વાયાળુ છે. |