________________
ભાવાર્થ - જેમનો કહેલો તપ, સંયમ, સત્યવચન, બ્રહ્મચર્ય, અચૌર્યતા, નિરભિમાનીપણું, આર્જવ (સરલતા), અપરિગ્રહ, મુક્તિ (નિર્લોભતા) અને ક્ષમા – આ દશ પ્રકારનો ધર્મ જયવંત વર્તે છે તે શ્રી જિનેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ થો. ૧૮
टीका - तप इति, येन तीर्थंकरेण प्रोक्तः दशधा धर्म: जयत्येव सर्वोत्कर्षेण प्रवर्त्तते, तप: इच्छानिरोध: द्वादशविध:, संयम: सप्तदशप्रकार:, सूनृतं सत्यम्, ब्रह्म अष्टादशधा, शौचं अदत्तादानरहितत्वं, मृदुत्वं मानरहितत्वम्, आर्जवं मायारहितत्वम्, अकिंचनत्वं निःपरिग्रहत्वम्, मुक्तिर्निलोभता, क्षमा क्रोधोपशान्तिः, एवं दशधा धर्मः ચેન તીર્થેશ્વરે ઉત્ત: સ નિનેન્દ્ર છે. || ૨૮ |
રાઈ - જે ભગવંતે કહેલો દશ પ્રકારનો ધર્મ સર્વોત્કર્ષપણે પ્રવર્તે છે. (૧) તપ એટલે ઇચ્છાનિરોધ. જેના બાર પ્રકાર છે. (૨) સંયમ જેના સત્તર પ્રકાર છે. (૩) સૂનૃત એટલે સત્ય વચન. (૪) બ્રહ્મ એટલે અઢાર પ્રકારે બ્રહ્મચર્ય. (૫) શૌચ એટલે અદત્તાદાનનો ત્યાગ. (૬) મૃદુત્વ એટલે માનરહિતપણું. (૭) આર્જવ એટલે કપટ-માયા રહિતપણું. (૮) અકિંચનત્વ પરિગ્રહ રહિતપણું. (૯) મુક્તિ એટલે નિર્લોભતા અને (૧૦) ક્ષમા એટલે ક્રોધની ઉપશાંતિ. એ દશ પ્રકારનો ધર્મ જે ભગવંતે કહેલો છે તે શ્રી જિનેંદ્ર ભગવંત મારી ગતિરૂપ થાઓ. ૧૮
~ 33 श्री वर्धमान द्वात्रिंशिका