________________
આવી જ સંસ્થાઓના પંથે ચાલી અમારા ટ્રસ્ટના જ્ઞાનનિધિનો સવ્યય કરવાના અમારા મનોરથો હતા અને છે.
ત્યાં, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આચાર્ય ભગવંત વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયનયવર્ધનસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય-પ્રશિષ્યરત્નો, પૂજ્ય મુનિરાજ શ્રી ભવ્યવર્ધન વિ. મ., પૂ.મુ.શ્રી મંગલવર્ધન વિ.મ. અને પૂ.મુ.શ્રી હિતવર્ધન વિ.મ.નું અમને માર્ગદર્શન પ્રાપ્ત થયું. આ પૂજ્યોએ અમને એવો દૃષ્ટિબિંદુ આપ્યો કે ઉપયોગી છતાં જે ગ્રંથો અપ્રાપ્ય છે, એવા કિંમતી ગ્રંથોનું પ્રકાશનપ્રાથમિક ધોરણે કરવું જોઈએ.
અમે આ માર્ગદર્શનને અનુસરી શ્રી જ્ઞાનભક્તિના પંથે ટ્રસ્ટની જ્ઞાનનિધિનો વ્યય કરવાનો નિર્ણય કર્યો. એમાંથી આ ગ્રંથરત્નનું સર્જન થઈ રહ્યું છે. આશા છે કે આવી જ શ્રુતભક્તિનો લાભ અમારા ટ્રસ્ટને ભવિષ્યમાં પણ સાનુબંધ પણે સાંપડતો રહે.
- શ્રી કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપી